APK ફાઈલથી રૂ. 125 કરોડનું ફ્રોડ કરનારા 4 ઝડપાયા

સાઇબર ક્રાઇમ પોલીસે બન્કિંગ એપ્લિકેશનના નામે બોગસ APK ફાઇલો બનાવી દેશભરમાં સાઇબર ફ્રોડ કરતી કુખ્યાત જામતારા ગેંગના ચાર મુખ્ય સાગરીતોને બિહારના પટણાથી ઝડપી પાડ્યા છે.

સુરતઃ સાઇબર ક્રાઇમ પોલીસે બન્કિંગ એપ્લિકેશનના નામે બોગસ APK ફાઇલો બનાવી દેશભરમાં સાઇબર ફ્રોડ કરતી કુખ્યાત જામતારા ગેંગના ચાર મુખ્ય સાગરીતોને બિહારના પટણાથી ઝડપી પાડ્યા છે.
સુરત સાઇબર ક્રાઇમની ટીમે આરોપીઓનો ઝારખંડથી ટ્રેન અને રોડ માર્ગે પીછો કર્યો હતો. ચારેય આરોપીઓ પટણાની હોટેલમાં રોકાયા હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે વેશપલટો કરી મધરાતે દરોડો પાડી જકરુલ અન્સારી ઉર્ફે ચાંદ, રાજનકુમાર, આદિત્યરાજ ઉર્ફે અમન અને સમીર ઉર્ફે શક્તિમાનને ઝડપી લીધા હતા. તપાસમાં ગેંગે બેન્ક, સરકારી યોજનાઓ, RTO ચલણ, કસ્ટમર સપોર્ટ અને હોસ્પિટલના નામે 336 બોગસ APK બનાવી હોવાનું બહાર આવ્યું છે. વ્હોટ્સએપ-ટેલિગ્રામ મારફતે આ ફાઇલો આશરે 31,174 મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી રૂ. 125.39 કરોડનું કોડ આચર્યું હતું. પોલીસે તેમની પાસેથી રકમ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે.

APK ફાઈલથી રૂ. 125 કરોડનું ફ્રોડ કરનારા 4 ઝડપાયા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.