અન્યના બાળકને પોતાનું બતાવી અમેરિકા મોકલવાના કૌભાંડમાં એક શખ્સને કેદ

અન્ય કોઈનાં 13 વર્ષના બાળકને પોતાનો પુત્ર દર્શાવી બોગસ જન્મના દાખલાના આધારે પાસપોર્ટ તથા યુએસના વિઝા મેળવી છેતરપિંડી આચરવાના કૌભાંડમાં અમદાવાદની અદાલતે આરોપી પિયૂષકુમાર ઉર્ફે રાકેશભાઈ રમણલાલ પટેલને કસૂરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે.

મહેસાણાઃ અન્ય કોઈનાં 13 વર્ષના બાળકને પોતાનો પુત્ર દર્શાવી બોગસ જન્મના દાખલાના આધારે પાસપોર્ટ તથા યુએસના વિઝા મેળવી છેતરપિંડી આચરવાના કૌભાંડમાં અમદાવાદની અદાલતે આરોપી પિયૂષકુમાર ઉર્ફે રાકેશભાઈ રમણલાલ પટેલને કસૂરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે.
કોર્ટે આ ચુકાદો આપતાં ગંભીર નોંધ લીધી હતી કે, આ કૃત્ય સંજોગોવશાત બનેલું નથી, પરંતુ પૂર્વ આયોજન, બદઈરાદા અને પૂર્વ તૈયારી સાથે કરવામાં આવ્યું છે. આવા કિસ્સાઓમાં સમાજમાં કાયદાના શાસન અને પાલન માટે દૃષ્ટાંતરૂપ સજા થવી અત્યંત જરૂરી છે.

અન્યના બાળકને પોતાનું બતાવી અમેરિકા મોકલવાના કૌભાંડમાં એક શખ્સને કેદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.