અમેરિકામાં આકરા વિઝા નિયમોથી 1.13 લાખ વિદેશી વિદ્યાર્થી ઘટ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાની સાથે જ આકરી ઈમિગ્રેશન અને વિઝા નીતિ અપનાવી છે, જેના કારણે વર્ષ 2026માં અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 1.13 લાખ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે અમેરિકાએ બર્થ ટુરિઝમ સામે કાર્યવાહી કરતાં ગયા મહિને વિદેશી નાગરિકોના 600થી વધુ વિઝા રદ કર્યા છે.

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાની સાથે જ આકરી ઈમિગ્રેશન અને વિઝા નીતિ અપનાવી છે, જેના કારણે વર્ષ 2026માં અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 1.13 લાખ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે અમેરિકાએ બર્થ ટુરિઝમ સામે કાર્યવાહી કરતાં ગયા મહિને વિદેશી નાગરિકોના 600થી વધુ વિઝા રદ કર્યા છે.
અમેરિકામાં એજ્યુકેટર્સની નોન-પ્રોફિટ સંસ્થા એનએએફએસએ - એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેટર્સના રિપોર્ટમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં આવેલા ઘટાડાથી અમેરિકાને સ્થાનિક ખર્ચમાં 3.4 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે અને અંદાજે 39,000 નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.એનએએફએસએ અને રિસર્ચ કંપની જેબી ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણી વર્ષ 2025-26માં અંદાજે 11.69 લાખ હતી, જે આ વર્ષે ઘટીને 10.56 લાખ થઈ છે. અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોનું પ્રમાણ સૌથી વધુ હોય છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં વિવિધ કોર્સમાં 3.63 લાખથી વધુ ભારતીયોએ નોંધણી કરાવી હતી.
આ રિપોર્ટ મુજબ 2025-26માં સ્થાનિક અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું યોગદાન 41.77 બિલિયન ડોલર હતું. 2026-27માં આ આંકડો ઘટીને 38.37 બિલિયન થઈ જવાની આશંકા સેવાઈ રહી છે.

અમેરિકામાં આકરા વિઝા નિયમોથી 1.13 લાખ વિદેશી વિદ્યાર્થી ઘટ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.