અમેરિકી ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર

આમ તો 18 વર્ષની ઉંમરે ટીનેજર કોલેજના પ્રથમ કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના નાથન થોમસે આ જ ઉંમરે એક અદ્ભુત ઇતિહાસ રચી દીધો છે. નાથન માત્ર 18 વર્ષ 346 દિવસની વયે માયામી ડેડ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈને વિશ્વના સૌથી નાની વયના પુરુષ-પ્રોફેસર બનવાનું બહુમાન મેળવ્યું છે.

પેન્સાકોલા (ફ્લોરિડા): આમ તો 18 વર્ષની ઉંમરે ટીનેજર કોલેજના પ્રથમ કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના નાથન થોમસે આ જ ઉંમરે એક અદ્ભુત ઇતિહાસ રચી દીધો છે. નાથન માત્ર 18 વર્ષ 346 દિવસની વયે માયામી ડેડ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈને વિશ્વના સૌથી નાની વયના પુરુષ-પ્રોફેસર બનવાનું બહુમાન મેળવ્યું છે. આ સાથે તેણે ગીનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. છેક 1717થી એટલે કે આશરે 300 વર્ષથી આ રેકોર્ડ સ્કોટિશ ગણિતશાસ્ત્રી કોલિન મેક્લોરિનના નામે નોંધાયેલો હતો.
નાથન થોમસની આ સિદ્ધિ પાછળ તેની અસાધારણ બુદ્ધિપ્રતિભા છે. તેણે માત્ર 10 વર્ષની ઉંમરે તો કોલેજના ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. 14વર્ષની ઉંમરે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર્સ અને માસ્ટર્સ બન્ને ડિગ્રીઓ મેળવી લીધી હતી. હવે તે આ જ કોલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભણાવે છે જ્યાં તેના વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓ તેની જ ઉંમરના કે તેનાથી મોટા છે.
નાથન કહે છે, ‘મને એ તો અંદાજ હતો કે હું ભવિષ્યમાં ક્યારેક અહીં ભણાવવા પાછો આવીશ, પણ આટલો વહેલો - આટલી નાની વયે આવી જઇશ એવું વિચાર્યું નહોતું.’ અત્યારે આ યંગ પ્રોફેસર એન્જિનિયરિંગ ભણાવવાની સાથે યુનિવર્સિટી ઓફ માયામીમાંથી ચાર્ટર્ડ પેટન્ટ લોનો અભ્યાસ પણ કરી
રહ્યો છે.

અમેરિકી ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.