ઇંગ્લિશ કરી એવોર્ડ્સ 2026 – લંડનમાં ચિલિકાને પ્રથમ સ્થાન

ઇંગ્લિશ કરી એવોર્ડ્સ 2026 – લંડનમાં ચિલિકાને પ્રથમ સ્થાન

15મા વાર્ષિક ઈંગ્લિશ કરી એવોર્ડ્સ 2026માં સમગ્ર દેશમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રેસ્ટોરન્ટ્સ, શેફ, ટેકઅવે અને હોસ્પિટાલિટી ક્ષેત્રના વ્યાવસાયિકોને સન્માનિત કરીને ઈંગ્લેન્ડના કરી ઉદ્યોગના શ્રેષ્ઠ યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી.

લંડનઃ 15મા વાર્ષિક ઈંગ્લિશ કરી એવોર્ડ્સ 2026માં સમગ્ર દેશમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રેસ્ટોરન્ટ્સ, શેફ, ટેકઅવે અને હોસ્પિટાલિટી ક્ષેત્રના વ્યાવસાયિકોને સન્માનિત કરીને ઈંગ્લેન્ડના કરી ઉદ્યોગના શ્રેષ્ઠ યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત સમારોહ 10 ઓગસ્ટના રોજ વુલ્વરહેમ્પ્ટનના ગ્રાન્ડ સ્ટેશન ખાતે યોજાયો હતો. પ્રખ્યાત ટેલિવિઝન અને રેડિયો પ્રેઝન્ટર ટોમી સંધૂ દ્વારા સંચાલિત આ કાર્યક્રમે ઇંગ્લિશ કરી એવોર્ડ્સના સફળ 15 વર્ષ પૂર્ણ કર્યાં હતાં.

આયોજક ઓશિયાનિક એવોર્ડ્સના સીઈઓ યાસ્મીન મહેમૂદે જણાવ્યું હતું કે, ઈંગ્લિશ કરી એવોર્ડ્સના 15 વર્ષની ઉજવણી કરવી એ એક અદ્ભુત સિદ્ધિ છે. આ વર્ષે ધોરણો ખૂબ જ ઉચ્ચ સ્તરના રહ્યા છે, અને અમે દરેક વિજેતા અને ઉત્કૃષ્ટ પુરસ્કાર મેળવનારને અભિનંદન પાઠવીએ છીએ.

વિવિધ શ્રેણીના મુખ્ય વિજેતાઓ:

  • બેસ્ટ ઓફ લંડન: ચિલિકા
  • બેસ્ટ ઓફ બર્મિંગહામ: ટિતાશ
  • બેસ્ટ ઓફ માન્ચેસ્ટર: સ્પાઈસીસ એન સ્પિરિટ્સ
  • બેસ્ટ ઓફ લીડ્સ: ઇન્ડિયન પકવાન
  • બેસ્ટ ઓફ ન્યૂકેસલ: શિમલા રેસ્ટોરન્ટ
  • રેસ્ટોરન્ટ ઓફ ધ યર (વેસ્ટ મિડલેન્ડ્સ): અલેસી ઇન્ડિયન રેસ્ટોરન્ટ એન્ડ બાર
  • સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓફ ધ યર: કાયલ રેસ્ટોરન્ટ, લેસ્ટર
  • વેજીટેરિયન/વીગન રેસ્ટોરન્ટ ઓફ ધ યર: ચાય પાની, લેસ્ટર
  • સ્ટ્રીટ ફૂડ રેસ્ટોરન્ટ ઓફ ધ યર: કીપ ચેટિંગ ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટ, લંડન
  • શેફ ઓફ ધ યર: દેશી સ્પાઈસ, બેડફોર્ડ
  • લાઈફટાઈમ અચીવમેન્ટ ઓફ ધ યર: વકાસ બાલ્ટી, હેલ્સઓવેન
ઇંગ્લિશ કરી એવોર્ડ્સ 2026 – લંડનમાં ચિલિકાને પ્રથમ સ્થાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.