ઇંગ્લેન્ડમાં દિવ્યાંગ માટે 24 કલાક વિનામૂલ્યે બસ પ્રવાસની જાહેરાત
ઇંગ્લેન્ડમાં દિવ્યાંગો માટે 24 કલાક મફત બસ પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે, જે આગામી એપ્રિલ 2027થી અમલમાં આવશે.
લંડનઃ ઇંગ્લેન્ડમાં દિવ્યાંગો માટે 24 કલાક મફત બસ પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે, જે આગામી એપ્રિલ 2027થી અમલમાં આવશે. અત્યાર સુધીના નિયમો મુજબ દિવ્યાંગ બસ પાસ ધારકો માત્ર સવારે 09:30થી રાતના 23:00 વાગ્યા સુધી જ મફત મુસાફરી કરી શકતા હતા, જેના કારણે નોકરી પર જવા કે મોડી રાતના કાર્યક્રમોમાં ભાગ લેવામાં મુશ્કેલી પડતી હતી. નવા ફેરફારથી અંદાજે 10 લાખથી વધુ લોકોને રાહત મળશે. સ્કોટલેન્ડ અને વેલ્સમાં દિવ્યાંગો માટે પહેલેથી જ 24 કલાક મફત બસ સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે ઉત્તરી આયર્લેન્ડમાં દિવ્યાંગો માટે અડધા ભાડાની જોગવાઈ છે.
