ઇરાનના હુમલાના ડરે ટ્રમ્પે એરફોર્સ વન છોડીને કેટરિંગ કન્ટેનરમાં છૂપાવું પડ્યું

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન તેમના વિમાન પર હુમલો કરી તેમની હત્યા કરશે તેવા ડરથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી સુરક્ષિત વિમાન એરફોર્સ વન છોડીને એક નાના સી-32એ વિમાનમાં પ્રવાસ કરવો પડ્યો હતો. એટલું જ નહીં એરફોર્સ વનના બદલે સી-32માં બેસવા માટે ટ્રમ્પે એરપોર્ટ પર કેટરિંગ કન્ટેનર ટ્રકમાં સંતાવવું પડ્યું હતું.

વોશિંગ્ટનઃ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન તેમના વિમાન પર હુમલો કરી તેમની હત્યા કરશે તેવા ડરથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી સુરક્ષિત વિમાન એરફોર્સ વન છોડીને એક નાના સી-32એ વિમાનમાં પ્રવાસ કરવો પડ્યો હતો. એટલું જ નહીં એરફોર્સ વનના બદલે સી-32માં બેસવા માટે ટ્રમ્પે એરપોર્ટ પર કેટરિંગ કન્ટેનર ટ્રકમાં સંતાવવું પડ્યું હતું.

દુનિયામાં ભલે એવી છાપ હોય કે જગતજમાદાર અમેરિકા ઈચ્છે ત્યારે અને ઈચ્છે તે વ્યક્તિને કોઈપણ દેશમાં મિસાઈલથી ઉડાવી શકે છે. અમેરિકાએ અનેક પ્રસંગોએ તેની આ તાકાતનો દુનિયાને પરચો બતાવ્યો છે. જોકે, ગયા મહિને ‘નાટો’ બેઠક પછી કંઇક અલગ જ ઘટના જોવા મળી હતી. ઈરાને પ્રમુખ ટ્રમ્પ તેમના હીટલિસ્ટમાં ટોચ પર હોવાની જાહેરાત કરેલી છે ત્યારે આઈઆરજીસી દ્વારા તેમની હત્યાના ડરથી ટ્રમ્પે છેલ્લી મિનિટે ઉડતા કિલ્લા જેવા એરફોર્સ વિમાનને છોડીને નાના સી-૩૨એ વિમાનમાં પ્રવાસ કરવાની ફરજ પડી હતી તેમ ‘વોશિંગ્ટન પોસ્ટ’ના રિપોર્ટમાં જણાવાયું છે. આ રિપોર્ટ મુજબ વિમાનની અદલાબદલીની સમગ્ર કાર્યવાહી પણ અત્યંત ગુપ્ત રખાઈ હતી.પ્રમુખ ટ્રમ્પ તૂર્કીના અંકારામાં ગયા મહિને યોજાયેલી ‘નાટો’ દેશોની શિખર પરીષદમાં ભાગ લેવા ગયા હતા. જોકે, ત્યાંથી પાછા ફરતા ઈરાનના હુમલાના ડરથી તેમણે એરફોર્સ વનના બદલે નાના સી-32એ વિમાનમાં પ્રવાસ કરવો પડ્યો હતો. ‘નાટો’ બેઠક પછી ટ્રમ્પ અંકારામાં એરપોર્ટ પર મીડિયા સામે સીડીઓ ચઢી એરફોર્સ વનમાં ગયા, પરંતુ વિમાનની બીજી બાજુના દરવાજામાંથી કેટરિંગના કન્ટેનરમાં છુપાઈને નાના સી-૩૨એ વિમાનમાં પહોંચ્યા હતા અને તેમાં જ પ્રવાસ કર્યો હતો.

ઇરાનના હુમલાના ડરે ટ્રમ્પે એરફોર્સ વન છોડીને કેટરિંગ કન્ટેનરમાં છૂપાવું પડ્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.