એ-લેવલ પરીક્ષાનું વિક્રમજનક પરિણામ

એ-લેવલ પરિણામોના રેકોર્ડ વર્ષમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓને પછડાટ આપી છે. આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કોર્સમાં પ્રવેશ મળ્યો છે, પરંતુ પરિણામોમાં પ્રાદેશિક અસમાનતામાં પણ વધારો જોવા મળ્યો છે. કુલ પરીક્ષાર્થીઓમાંથી 9.6 ટકાએ A* ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓમાં 10.3 ટકાએ A* પ્રાપ્ત કર્યો, જ્યારે વિદ્યાર્થિનીઓમાં આ પ્રમાણ 9.2 ટકા રહ્યું છે. 

લંડનઃ એ-લેવલ પરિણામોના રેકોર્ડ વર્ષમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓને પછડાટ આપી છે. આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કોર્સમાં પ્રવેશ મળ્યો છે, પરંતુ પરિણામોમાં પ્રાદેશિક અસમાનતામાં પણ વધારો જોવા મળ્યો છે. કુલ પરીક્ષાર્થીઓમાંથી 9.6 ટકાએ A* ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓમાં 10.3 ટકાએ A* પ્રાપ્ત કર્યો, જ્યારે વિદ્યાર્થિનીઓમાં આ પ્રમાણ 9.2 ટકા રહ્યું છે. વર્ષ 2018 પછી પ્રથમ વખત A*/A ગ્રેડ મેળવવામાં વિદ્યાર્થી વિદ્યાર્થિની કરતાં આગળ નીકળ્યા છે.

ઇંગ્લેન્ડમાં કુલ 3,20,505 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 8,35,950 એ-લેવલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. કુલ એન્ટ્રીઓમાંથી 9.6% વિદ્યાર્થીઓએ A* ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 28.3% વિદ્યાર્થીઓએ A અથવા A* પ્રાપ્ત કર્યો છે. 18 વર્ષની વયના વિદ્યાર્થીઓમાં 7,245 વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં A ગ્રેડ મેળવ્યો, જ્યારે 25 વિદ્યાર્થીઓએ પાંચ કે તેથી વધુ વિષયોમાં A ગ્રેડ હાંસલ કરીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

બ્રિટનભરમાં આશરે 2,62,820 જેટલા 18 વર્ષના શાળા છોડનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કે કોલેજના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ મળ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 3 ટકા વધુ છે. પરિણામોનો પ્રાદેશિક તફાવત વધીને 9.6 ટકા થયો છે. લંડનમાં 32.7 ટકા વિદ્યાર્થીઓએ A કે તેથી વધુ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ઈસ્ટ મિડલેન્ડ્સ અને નોર્થ ઈસ્ટમાં આ પ્રમાણ 23.1 ટકા જ રહ્યું છે.

ઇજનેરી અને ટેકનોલોજી કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 14 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે વ્યાવસાયિક લાયકાત ધરાવતા T-લેવલ્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 65 ટકાનો તીવ્ર વધારો થયો છે.

એ-લેવલ પરીક્ષાનું વિક્રમજનક પરિણામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.