ઓણમના આગમનનો ઉમંગઃ સાડીઓથી બનાવી રંગોળી
દક્ષિણ ભારતીય રાજ્ય કેરળના કોચીમાં ઓણમ (લણણીનો ઉત્સવ) ઉત્સવની ઉજવણીના અવસરે એક અનોખો અને અદભૂત વિશ્વ વિક્રમ રચાયો છે. અહીં સાડીનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવાઈ છે.
દક્ષિણ ભારતીય રાજ્ય કેરળના કોચીમાં ઓણમ (લણણીનો ઉત્સવ) ઉત્સવની ઉજવણીના અવસરે એક અનોખો અને અદભૂત વિશ્વ વિક્રમ રચાયો છે. અહીં સાડીનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવાઈ છે. 2,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ રંગોળી માટે આશરે 2,500 સિલ્ક અને કાંચીપુરમ સાડીનો ઉપયોગ કરાયો છે. પ્રખ્યાત કલાકાર દા વિન્સી સુરેશ અને તેમની ટીમે, એક જાણીતા સાડી બ્રાન્ડ સાથે મળીને આ કલાકૃતિ બનાવવા માટે કલાકોની મહેનત કરી છે. રવિવારથી શરૂ થયેલા અને એક સપ્તાહ ચાલનારી ઓણમ પર્વની ઉજવણી દરમિયાન ફૂલો વડે પરંપરાગત રંગોળી બનાવાય છે, પરંતુ કલાકારોએ રંગબેરંગી સાડીના માધ્યમથી રંગોળી બનાવવાનો અનોખો પ્રયોગ કરીને લોકોનો દિલ જીતી લીધા છે. આ અનોખી કૃતિને નિહાળવા માટે સ્થાનિક લોકોથી લઇને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
