ઓનલાઇન ગેમિંગઃ એશિયામાં ભારત સૌથી ઝડપે વિકસતું બજાર

ભારત સરકારે ભલે રિઅલ મની ગેમિંગ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ તેમનો કારોબાર ધમધમતો રાખવાના વિકલ્પો શોધી કાઢ્યા છે. પહેલી મે, 2026થી આ પ્રતિબંધનો અમલ શરૂ થયો હતો. ત્યારબાદ આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓએ પોતાના કારોબારની વૃદ્ધિને ટકાવી રાખવા ઈન એપ પરચેઝ, પ્રિમિયમ પાસ, કોસ્મેટિક માટે થતાં ખર્ચ, વિવિધ સબસ્ક્રિપ્શન અને જાહેરાતના માધ્યમથી પોતાની કમાણી વધારવા પ્રયાસો હાથ ધર્યા છે અને તેમને સફળતા પણ મળી છે.
નવી દિલ્હી: ભારત સરકારે ભલે રિઅલ મની ગેમિંગ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ તેમનો કારોબાર ધમધમતો રાખવાના વિકલ્પો શોધી કાઢ્યા છે. પહેલી મે, 2026થી આ પ્રતિબંધનો અમલ શરૂ થયો હતો. ત્યારબાદ આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓએ પોતાના કારોબારની વૃદ્ધિને ટકાવી રાખવા ઈન એપ પરચેઝ, પ્રિમિયમ પાસ, કોસ્મેટિક માટે થતાં ખર્ચ, વિવિધ સબસ્ક્રિપ્શન અને જાહેરાતના માધ્યમથી પોતાની કમાણી વધારવા પ્રયાસો હાથ ધર્યા છે અને તેમને સફળતા પણ મળી છે.
અગાઉ આ કંપનીઓની આવકનો મુખ્ય સ્રોત રિઅલ મની ગેમિંગ હતો, પરંતુ હવે આ નવા વિકલ્પોથી તેમની આવક વધી છે.
એક સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ ભારતની ગેમિંગ ઈન્ડસ્ટ્રીની આવકનો આંકડો પાછલા વર્ષે સૌપ્રથમ વાર 1 બિલિયન ડોલરને ોપાર થયો છે. આ અહેવાલ મુજબ, ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતની ગેમિંગ ઈન્ડસ્ટ્રીની આવકનો કુલ આંકડો 14 ટકા વધીને 1.2 બિલિયન ડોલર પર પહોંચે એવી શક્યતા છે જ્યારે 2030 સુધીમાં આ આંકડો 1.77 બિલિયન ડોલરે પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. આટલી વૃદ્ધિ 11.2
ટકાના સીએજીઆર દરે વિકાસ દર્શાવે છે.
અહેવાલ મુજબ, ભારત સમગ્ર એશિયામાં ગેમિંગ માટેનું સૌથી ઝડપે વિકાસ સાધતું બજાર છે. ઓનલાઈન ગેમિંગનો ઉપયોગ કરતા હોય એવા યુઝર્સની સંખ્યા 2025માં 511 મિલિયન હતી જે 2023માં વાર્ષિક 6.7 ટકાના દરે વધીને 2030 સુધીમાં 707 મિલિયન સુધી પહોંચવાની સંભાવના છે.
ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીઃ આંકડાઓમાં
• 2025માં આવકનો આંકડો 1.04 બિલિયન
• 2020 સુધીમાં આવકનો આંકડો 1.77 બિલિયન ડોલરે પહોંચવા અંદાજ
• 2025માં ઓનલાઇન ગેમિંગનો ઉપયોગ કરતાં યુઝર્સની સંખ્યા 511 મિલિયન
• 2030 સુધીમાં યુઝર્સની સંખ્યા વધીને 707 મિલિયન થવાનો અંદાજ
