કોંગોના ઈતિહાસમાં સૌથી વિનાશક ઈબોલા રોગચાળો
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો (DRC)ના ઈતિહાસમાં ઈબોલાનો વર્તમાન રોગચાળો સૌથી જીવલેણ બન્યો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી ઓછામાં ઓછાં 2,325 લોકોના મોત થયા છે અને કન્ફર્મ કેસીસની સંખ્યા વધીને 4,945 થઈ છે. DRCમાં 2018-2020ના ગાળામાં ઈબોલાથી 2,299 લોકોના મોત થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મુજબ વેસ્ટ આફ્રિકામાં 2014-2016ના ઈબોલા રોગચાળાએ ગિનીઆ, લિબેના અને સીએરા લીઓનમાં થઈ 28616 કેસ નોંધાયા હતા અને 11,310 લોકોના મોત નીપજ્યા હતા.
કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો (DRC)ના ઈતિહાસમાં ઈબોલાનો વર્તમાન રોગચાળો સૌથી જીવલેણ બન્યો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી ઓછામાં ઓછાં 2,325 લોકોના મોત થયા છે અને કન્ફર્મ કેસીસની સંખ્યા વધીને 4,945 થઈ છે. DRCમાં 2018-2020ના ગાળામાં ઈબોલાથી 2,299 લોકોના મોત થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મુજબ વેસ્ટ આફ્રિકામાં 2014-2016ના ઈબોલા રોગચાળાએ ગિનીઆ, લિબેના અને સીએરા લીઓનમાં થઈ 28616 કેસ નોંધાયા હતા અને 11,310 લોકોના મોત નીપજ્યા હતા.
DRCના 26માંથી 6 પ્રોવિન્સ અને ખાસ કરીને દેશની ઉત્તરપૂર્વીય સરહદ પર આવેલા પ્રાંતોમાં ઈબોલાની અસર થઈ છે. રોગચાળાની સૌપ્રથમ જાહેરાત થઈ હતી તે ઈટુરી પ્રાંતમાં 3,400થી વધુ કેસ નોંધાયા છે. ઈબોલા વાયરસના બુન્ડિબુગ્યો સ્ટ્રેઈન માટે કોઈ માન્ય વેક્સિન કે સારવાર નથી. યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોમાં ઈબોલાનો વિજય થઈ રહ્યો છે અને આ રોગચાળાથી દર 30 મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે.
બીજી તરફ, યુગાન્ડાએ રાજધાની કમ્પાલામાં ઓછામાં ઓછાં 20 કેસ નોંધાયાનું જણાવ્યું છે. મે મહિનામાં કોન્ગો અને યુગાન્ડામાં રોગચાળો ફાટી નીકળ્યા પછી WHO દ્વારા આંતરરાષ્ટ્રીય ચિંતાજનક પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરાઈ હતી. જોકે, યુગાન્ડાએ ઈબોલા રોગચાળો હવે નહિ હોવાનું જાહેર કરી દીધું છે.
