જીઓસ્ટાર દ્વારા યુકે અને યુરોપમાં સ્ટાર બ્રાન્ડ્સનું પુનરાગમન

જીઓસ્ટાર યુકે દ્વારા યુકે અને યુરોપના દર્શકો માટે લોકપ્રિય બ્રાન્ડ્સ સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ અને સ્ટાર ભારતને પુનઃ કાર્યરત કરવામાં આવી છે. સ્ટાર બ્રાન્ડ 25 કરતાં વધુ વર્ષથી યુકે અને યુરોપમાં સાઉથ એશિયન મનોરંજનના કેન્દ્રમાં રહેલ છે.
લંડનઃ જીઓસ્ટાર યુકે દ્વારા યુકે અને યુરોપના દર્શકો માટે લોકપ્રિય બ્રાન્ડ્સ સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ અને સ્ટાર ભારતને પુનઃ કાર્યરત કરવામાં આવી છે. સ્ટાર બ્રાન્ડ 25 કરતાં વધુ વર્ષથી યુકે અને યુરોપમાં સાઉથ એશિયન મનોરંજનના કેન્દ્રમાં રહેલ છે. બ્રાન્ડ ટ્રાન્ઝીશન વિશે બોલતા જીઓસ્ટારના ઈન્ટરનેશનલ બિઝનેસના વડા અમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘સ્ટાર હંમેશાંથી યુકેના ઓડિયન્સ સાથે ગાઢપણે જોડાયેલું છે અને આ વારસાને અમે દિલથી ચાહીએ છીએ. સ્ટાર બ્રાન્ડનું પુનરાગમન યુકે અને યુરોપમાં અમારા દર્શકો માટે નવો અધ્યાય બની ગયું છે.’ યુકે ચેનલ પોર્ટફોલીઓ 13 ઓગસ્ટથી કાર્યરત થઈ ગયો છેઃ જેમાં • સ્ટાર પ્લસ – અગાઉનું ઉત્સવ પ્લસ • સ્ટાર ગોલ્ડ – અગાઉનું ઉત્સવ ગોલ્ડ અને • સ્ટાર ભારત – અગાઉનું ઉત્સવ ભારતનો સમાવેશ થાય છે. રિબ્રાન્ડ ઈનિશિયેટિવ હેઠળ સ્ટાર તેના ચેનલ પાર્ટનર્સ તરીકે ટોપ-ઓપ ફૂડ્ઝ અને પરી ફૂડ્ઝ સાથે કામ કરશે.
