નર્સ લક્ષ્મી ધૂનમૂન બે રાષ્ટ્રીય હેલ્થકેર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ

નોર્થ વેસ્ટ યુનિવર્સિટી હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટના ટિશ્યુ વાયેબિલિટી વિભાગના નર્સ કન્સલ્ટન્ટ લક્ષ્મી ધૂનમૂનને 'નેશનલ બીએએમઇ હેલ્થ એન્ડ કેર એવોર્ડ્સ' ખાતે બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
લંડનઃ નોર્થ વેસ્ટ યુનિવર્સિટી હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટના ટિશ્યુ વાયેબિલિટી વિભાગના નર્સ કન્સલ્ટન્ટ લક્ષ્મી ધૂનમૂનને 'નેશનલ બીએએમઇ હેલ્થ એન્ડ કેર એવોર્ડ્સ' ખાતે બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અશ્વેત અને એશિયન દર્દીઓમાં ત્વચાના નુકસાનની વહેલી ઓળખ અને સારવાર સુધારવાના તેમના પ્રશંસનીય કાર્ય બદલ તેમને 'બીએએમઇ નર્સ ઓફ ધ યર' અને 'ટ્રેલબ્લેઝર ઇન ઇન્ક્લુઝન એક્સેલન્સ' શ્રેણીમાં નામાંકિત કરાયા છે.
તેમણે મુખ્યત્વે ઘેરા રંગની ત્વચા ધરાવતા દર્દીઓમાં પ્રેશર અલ્સર અને ત્વચાના અન્ય નુકસાનના પ્રારંભિક લક્ષણો ઓળખવા માટે હેલ્થકેર સ્ટાફને મદદરૂપ થતાં સ્કિન ટોન કાર્ડ્સના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
