ન્યૂ એજ સેક્ટર્સમાં હબ બની વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરાશેઃ CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુએસ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર, AI, ડેટાસેન્ટર, બાયોટેક્નોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં હબ બનીને વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાતથી સાકાર થશે. આગામી વાઇબ્રન્ટ સમિટ-2027 સંકલ્પ સિદ્ધિ માટે માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે. તેમણે સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય, ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને આ સમિટમાં જોડાવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુએસ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ તબક્કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર, AI, ડેટાસેન્ટર, બાયોટેક્નોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં હબ બનીને વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાતથી સાકાર થશે. આગામી વાઇબ્રન્ટ સમિટ-2027 સંકલ્પ સિદ્ધિ માટે માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે. તેમણે સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય, ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને આ સમિટમાં જોડાવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.
ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-2027માં અમેરિકા-કેનેડાના ઉદ્યોગકારો-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે યુએસ અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. તેમણે આ સંદર્ભે સાન ફ્રાન્સિસ્કોમાં વસતા ગુજરાતી સમુદાય સાથે બેઠક યોજીને ગુજરાતની પ્રભાવક વૈશ્વિક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે જે વિકાસની ગતિ દેશને આપી છે, તેમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસના ગ્રોથ એન્જિન તરીકે પ્રથાપિત થયું છે. વિકસિત ભારત-2047નો જે સંકલ્પ વડાપ્રધાને કર્યો છે તેમાં પણ વિકસિત ગુજરાત-2047થી લીડ લેવાનો આપણો સંકલ્પ છે.
મુખ્યમંત્રી સાથે ગુજરાતી સમુદાયના લોકોએ પ્રશ્નોત્તરી કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિ અને પ્રગતિની વિગતો જાણવામાં ઉત્સુકતા દાખવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતી સમુદાય ખાસ કરીને સિલિકોન વેલીમાં સેમિકંડક્ટર, AI ટેક્નોલોજી અને ઇનોવેશનના ઈમર્જિંગ સેક્ટરમાં જે નોંધપાત્ર યોગદાન આપે છે તેની પ્રશંસા કરી હતી.
