ફરાળી ઢોકળાં
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: મોરૈયો-1 કપ • રાજગરા લોટ-અડધો કપ • દહીં-અડધો કપ • પાણી-જરૂર મુજબ • લીલા મરચાં-આદુની પેસ્ટ-1 ચમચી • સિંધવ મીઠું-સ્વાદ મુજબ • લીંબુ રસ-1 ચમચી • ઈનો-1 ચમચી • વઘાર માટે ઘી-1 ચમચી • જીરું-1 ચમચી • લીલા મરચાં-2 નંગ • સમારેલી કોથમીર-2 ચમચી • છીણેલું તાજું નાળિયેર-2 ચમચી
રીત: મોરૈયાને સારી રીતે ધોઈ 3-4 કલાક પલાળી રાખો. ત્યારબાદ થોડું પાણી ઉમેરી મિક્સરમાં પેસ્ટ તૈયાર કરો. તેમાં રાજગરા લોટ, દહીં, આદુ-મરચાં પેસ્ટ, સિંધવ મીઠું, લીંબુ રસ ઉમેરીને મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ઢોકળાના ખીરા જેવું મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. બનાવતા પહેલાં ઈનો ઉમેરી હળવેથી એક જ દિશામાં મિક્સ કરો. ઘી ચોપડેલી થાળીમાં ખીરું રેડી 15–20 મિનિટ સુધી થવા દો. તૈયાર ઢોકળાં ચોરસ ટુકડામાં કાપી લો. નાની કડાઈમાં ઘી ગરમ કરીને જીરું - લીલા મરચાંનો વઘાર કરી ઢોકળા પર રેડો. કોથમીર અને નાળિયેરથી સજાવી લીલી ફરાળી ચટણી અને દહીં સાથે પીરસો. ઢોકળા સ્પોન્જી બનાવવા ખીરું 20–30 મિનિટ ઢાંકી રાખો અને ઈનો ઉમેર્યા પછી તરત વરાળમાં મૂકો. રાજગરાના બદલે શિંગોડાના લોટનો પણ ઉપયોગ કરી શકાય.
