બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર રોયલ એરફોર્સમાં શીખ ફાઇટર પાયલટની પસંદગી

બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર રોયલ એરફોર્સમાં શીખ ફાઇટર પાયલટની પસંદગી

ભારતીય મૂળના 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ અર્શદીપ સિંહ ડાંગે રોયલ એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રોયલ એરફોર્સની ફાઇટર સ્કવોડ્રનમાં પાયલટ બેજ મેળવનારા તેઓ પ્રથમ શીખ પાયલટ બન્યા છે.

લંડનઃ ભારતીય મૂળના 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ અર્શદીપ સિંહ ડાંગે રોયલ એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રોયલ એરફોર્સની ફાઇટર સ્કવોડ્રનમાં પાયલટ બેજ મેળવનારા તેઓ પ્રથમ શીખ પાયલટ બન્યા છે.

ઉત્તરી વેલ્સ સ્થિત આરએએફ વેલી ખાતે આયોજિત ફાસ્ટ જેટ પાયલટ સેરેમની દરમિયાન અર્શદીપ સિંહે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. આરએએફના જણાવ્યા અનુસાર, યુકે મિલિટરી ફ્લાઇંગ ટ્રેનિંગ સિસ્ટમ અંતર્ગત 4 ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલમાં ટેક્સન વિમાન પર ટ્રેનિંગ પૂર્ણ કરનારા તેઓ પ્રથમ શીખ ટ્રેઇની છે.

અર્શદીપ સિંહનો જન્મ 1998માં ચંદીગઢ ખાતે થયો હતો. છ વર્ષની વયે તેઓ પરિવાર સાથે યુકે સ્થાયી થયા હતા. તેમનો પરિવાર પંજાબ સાથે જોડાયેલો છે. પિતા જગદીપ સિંહ ડાંગ લુધિયાણાના અને માતા ગગનદીપ કૌર અમૃતસરના વતની છે. હાલમાં તેમનો પરિવાર સાઉથોલ ખાતે વસવાટ કરે છે.

બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર રોયલ એરફોર્સમાં શીખ ફાઇટર પાયલટની પસંદગી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.