બૌદ્ધ મંદિરમાં પથ્થરની 1200 પ્રતિમા... દરેકના ચહેરા પર અલગ ભાવ
જાપાનના ક્યોટોમાં આવેલા ઓતાગી નેનબુત્સુ-જી મંદિરમાં પથ્થરની લગભગ 1200 રુકાન પ્રતિમાઓ છે.
જાપાનના ક્યોટોમાં આવેલા ઓતાગી નેનબુત્સુ-જી મંદિરમાં પથ્થરની લગભગ 1200 રુકાન પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓની વિશેષતા એ છે તે દરેકના ચહેરા અને ભાવભંગિમા અલગ અલગ છે. કોઇ પ્રતિમાનો ચહેરો મુસ્કુરાતો જોવા મળે તો કોઇ પ્રતિમા ધ્યાનમગ્ન નજરે પડે છે. 1980ના દસકામાં મંદિરના પુનરોદ્ધાર દરમિયાન આ પ્રતિમાઓનું નિર્માણ થયું છે. બૌદ્ધ મૂર્તિકાર નિશિમુરા કોચોના પ્રોત્સાહનથી પ્રેરાઇને આમ નાગરિકો પણ પ્રતિમાઓના નિર્માણમાં જોડાયા હતા.
