ભવન દ્વારા હેરો સ્કૂલ ખાતે સૌપ્રથમ વખત સમર સ્કૂલ ફિનાલેની રજૂઆત

ધ ભવન, લંડન દ્વારા શનિવાર 8 ઓગસ્ટે ઐતિહાસિક હેરો સ્કૂલ ખાતે સૌપ્રથમ વખત તેની સમર સ્કૂલ ફિનાલેની રજૂઆત કરવામાં આવી હતી. આ લેન્ડમાર્ક સ્થળે ભારતીય ક્લાસિકલ સંગીત અને નૃત્યો પ્રસ્તુત કરાયા હતા. આ ઈવેન્ટ ભવનના વાર્ષિક સમર સ્કૂલની પરાકાષ્ઠા સમાન હતો જ્યાં ભારત અને વિશ્વના ભારતીય શાસ્ત્રીય કળાઓના ગુરુઓ પાસેથી સઘન તાલીમ લેનારા વિદ્યાર્થીઓએ ઓડિયન્સ સમક્ષ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ઊંડાઈ, વૈવિધ્યતા અને ઉત્કૃષ્ટતાનું જોશપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.
લંડનઃ ધ ભવન, લંડન દ્વારા શનિવાર 8 ઓગસ્ટે ઐતિહાસિક હેરો સ્કૂલ ખાતે સૌપ્રથમ વખત તેની સમર સ્કૂલ ફિનાલેની રજૂઆત કરવામાં આવી હતી. આ લેન્ડમાર્ક સ્થળે ભારતીય ક્લાસિકલ સંગીત અને નૃત્યો પ્રસ્તુત કરાયા હતા. આ ઈવેન્ટ ભવનના વાર્ષિક સમર સ્કૂલની પરાકાષ્ઠા સમાન હતો જ્યાં ભારત અને વિશ્વના ભારતીય શાસ્ત્રીય કળાઓના ગુરુઓ પાસેથી સઘન તાલીમ લેનારા વિદ્યાર્થીઓએ ઓડિયન્સ સમક્ષ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ઊંડાઈ, વૈવિધ્યતા અને ઉત્કૃષ્ટતાનું જોશપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.
ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે સાંજનો પ્રારંભ થયો હતો. બિઝનેસ ડેવલપમેન્ટ અને ઓપરેશન્સ વડા મીરા વિનય કૃષ્ણાએ ધ ભવન્સ સમર સ્કૂલના સ્પોન્સર અને લાઈફલાઈન્સ ઈન્ટરનેશનલના સીઈઓ માધવી વડેરાનો પરિચય આપ્યો હતો, જેમણે ઓડયન્સને સંબોધન કર્યું હતું. ભવન યુકેના ચેરમેન સુભાનુ સક્સેનાને ખાસ વીડિયો મેસેજ પણ સંભળાવાયો હતો. માનવંતા મહેમાનોમાં ધ ભવન્સના વાઈસ તેર ડો. સુરેખા મહેતા, ભવન્સના ટ્રસ્ટી રાજુભાઈ પટેલ, હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર મીનાબહેન પરમારનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, ભવન્સના દીર્ધકાલીન પેટ્રન્સ, સમર્થકો અને સ્પોન્સરો પણ ઉજવણીમાં સામેલ થયા હતા.
કાર્યક્રમમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કંઠ્ય સંગીતની પરંપરાઓને સાથે લાવતી જુગલબંદી પ્રસ્તુત કરાયા પછી સિતાર અને કર્ણાટકી વાયોલીનની જુગલબંદી રજૂ થઈ હતી. સમર સ્કૂલના ગુરુઓ લાલગુડી જી.જે. આર. કૃષ્ણન અને લાલગુડી વિજયાલક્ષ્મી દ્વારા વાયોલીન ડ્યુએટ રજૂ કરાયું હતું. તેમનો સાથ ભવનના નિવાસી મૃદંગમ ગુરુ એમ. બાલાચંદર અને સમર સ્કૂલના તબલાગુરુ મધુસુદન બરમને આપ્યો હતો. બીજા અર્ધકાળના આરંભે સરસ્વતી વંદના કરાઈ હતી. કથકના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત તરાનાની રજૂઆત અને તેના પછી દેવી મહાકાળીની દિવ્યતા અને શક્તિનું પ્રદર્શન ભરતનાટ્યમ નૃત્ય થકી કરાયું હતું. ભવનના ટ્રસ્ટી અને માર્કેટિંગ એન્ડ ફંડરેઈઝિંગ કમિટીના ચેરમેન વિનોદભાઈ ઠકરારે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
રવિવાર 9 ઓગસ્ટે ધ ભવન ખાતે સમર સ્કૂલ ફિનાલેનો બીજા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં સમર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિતાર, હિન્દુસ્તાની કંઠ્યસંગીત, તબલા, મૃદંગમ, કર્ણાટકી કંઠ્ેયસંગીત, વાયોલીન, ભરતનાટ્યમ અને કથક નૃત્યોની રજૂઆત કરાઈ હતી.સમર સ્કૂલની ફિનાલે થકી ભારતની શાસ્ત્રીય કળાપરંપરાઓના જતન, યુવા શિષ્યોને તક આપવા તેમજ નવા ઓડિયન્સીસ અને કોમ્યુનિટીઓ સમક્ષ ભારતીય સંગીત અને નૃત્યો પ્રસ્તુત કરવાની ધ ભવનની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરાઈ હતી.
