ભાજપની નવીન ટીમઃ 12 મહિલા, 7 લઘુમતી અને 6 નવા મહામંત્રી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પદગ્રહણના 7 મહિના બાદ રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, જેમાં 65 નેતાને અલગ અલગ જવાબદારી સોંપાઈ છે. આ 65 પૈકી 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી, 16 મંત્રી અને 7 મોરચા અધ્યક્ષ છે. તેમાં 12 મહિલા અને 7 લઘુમતી નેતા સામેલ છે. નબીને પોતાની ટીમમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. 8 રાષ્ટ્રીય મહામંત્રીમાંથી 6 નવા ચહેરા છે. અગાઉની ટીમમાંથી માત્ર વિનોદ તાવડે અને સુનીલ બંસલ જ છે. રામ માધવે ઉપાધ્યક્ષ તેમજ સ્મૃતિ ઈરાનીએ મહામંત્રી તરીકે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે.
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પદગ્રહણના 7 મહિના બાદ રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, જેમાં 65 નેતાને અલગ અલગ જવાબદારી સોંપાઈ છે. આ 65 પૈકી 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી, 16 મંત્રી અને 7 મોરચા અધ્યક્ષ છે. તેમાં 12 મહિલા અને 7 લઘુમતી નેતા સામેલ છે. નબીને પોતાની ટીમમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. 8 રાષ્ટ્રીય મહામંત્રીમાંથી 6 નવા ચહેરા છે. અગાઉની ટીમમાંથી માત્ર વિનોદ તાવડે અને સુનીલ બંસલ જ છે. રામ માધવે ઉપાધ્યક્ષ તેમજ સ્મૃતિ ઈરાનીએ મહામંત્રી તરીકે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે.
ઉત્તરપ્રદેશને પ્રાધાન્ય
• ઉત્તરપ્રદેશઃ 2027ની વિધાનસભા ચૂંટણીને જોતાં અમેઠીનાં પૂર્વ સાંસદ સ્મૃતિ ઇરાની અને હરીશ દ્વિવેદી મહામંત્રી બનાવાયાં છે. રેખા વર્મા અને પ્રો. તારિક મન્સૂર ઉપાધ્યક્ષ પદે યથાવત્ છે. અમરપાલ મૌર્યને પછાત વર્ગ મોરચા,ે કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે.
• ઉત્તરાખંડ: પૂર્વ સીએમ તીરથસિંહ રાવત ઉપાધ્યક્ષ તેમજ મહેન્દ્ર પાંડે કાર્યાયલ મંત્રી બન્યા. 2017થી મીડિયા સંયોજક રહેલા અનિલ બલૂની યથાવત્ છે. આલોક ભટ્ટને સોશિયલ મીડિયાના સહ સંયોજક બનાવાયા છે.
• પંજાબ: તરુણ ચુધ રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને પંજાબના પૂર્વ નાણામંત્રી મનપ્રિતસિંહ બાદલને ઉપાધ્યક્ષ નિયુક્ત કરાયા. આપથી ભાજપમાં આવેલા સંદીપ પાઠક મંત્રી બનાવાયા. હિમાચલ, ગોવા અને મણિપુરથી કોઈ પદાધિકારી નથી.
