ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા રૂ. 1 લાખ કરોડનું ટેન્ડર

ઇંડિયન એરફોર્સે નવા મલ્ટીપર્પઝ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની જરૂરિયાતો પુરી કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રાલયે અંદાજે રૂ. 1 લાખ કરોડનું ટેન્ડર જારી કર્યું છે. વાયુસેના માટે 60 જેટલા બહુહેતુક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદાશે. રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય કંપનીઓને મહત્વની ભૂમિકા સોંપવાની તૈયારી ચાલે છે.
નવી દિલ્હીઃ ઇંડિયન એરફોર્સે નવા મલ્ટીપર્પઝ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની જરૂરિયાતો પુરી કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રાલયે અંદાજે રૂ. 1 લાખ કરોડનું ટેન્ડર જારી કર્યું છે. વાયુસેના માટે 60 જેટલા બહુહેતુક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદાશે. રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય કંપનીઓને મહત્વની ભૂમિકા સોંપવાની તૈયારી ચાલે છે. ભારતીય વાયુસેનાને માત્ર ટ્રાન્સપોર્ટ માટે જ નહીં, પરંતુ સૈનિકો અને ભારે ઉપકરણોને એક સ્થાનથી બીજા સ્થાને ઝડપથી લઇ જવાની ક્ષમતા ધરાવતા વિમાનોની જરૂર છે. આ ટેન્ડર મેળવવાની દોડમાં ટાટા, એચએએલ અને મહિન્દ્રાનો સમાવેશ થાય છે. મહિન્દ્રા કંપની આ હેતુસર બ્રાઝિલની કંપની એમરાર સાથે હાથ મિલાવી ચુકી છે. તે સી-309 વિમાનના સોદા માટે આગળ વધી શકે છે. ટાટાએ અમેરિકી કંપની લોકહીડ માર્ટિનને સહયોગી બનાવી છે. ટાટા સી-130ને મેદાનમાં ઉતારી શકે છે. ભારતીય વાયુસેના પહેલેથી જ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો મોટો કાફલો ધરાવે છે.
વિમાનોનું ભારતમાં નિર્માણ
આ સોદાની મહત્વની બાબત વિમાનોની સંખ્યા અને સોદાની ઉંચી રકમ જ નથી. આ વિમાનોનું નિર્માણ ભારતમાં થશે તે સૌથી મહત્વનું પાસુ છે. યોજના મુજબ 20 ટકા વિમાન સીધા ફલાય ઓવર સ્થિતિમાં ભારત આવશે. બાકી વિમાનો ભારતમાં જ બનશે. ભારતમાં નિર્માણાધીન વિમાનોમાં 60 ટકા સામગ્રી સ્વદેશી હોય તેવી નેમ છે. અર્થાત્ માત્ર વિમાન ખરીદી જ નહીં, પરંતુ ભારતે તેના ઉત્પાદન ટેકનોલોજી અને સપ્લાય ચેઇન પર પણ ભાર મુક્યો છે.
