ભાવનગરઃ દેશની પ્રથમ મોબાઈલ વોટર પ્યૂરિફિકેશન-ડિસેલિનેશન વાન

શહેરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા પાણીને શુદ્ધ કરવા, ખારાં પાણીને પીવાલાયક બનાવવા (ડિસેલિનેશન), એડવાન્સ્ડ મેમ્બ્રેન ટેક્નોલોજી, સોલર-પાવર્ડ પ્રોસેસ અને પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકસાવવામાં વિશેષતા ધરાવે છે.
ભાવનગરઃ શહેરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા પાણીને શુદ્ધ કરવા, ખારાં પાણીને પીવાલાયક બનાવવા (ડિસેલિનેશન), એડવાન્સ્ડ મેમ્બ્રેન ટેક્નોલોજી, સોલર-પાવર્ડ પ્રોસેસ અને પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકસાવવામાં વિશેષતા ધરાવે છે. CSIR-CSMCRIની આ ટેક્નોલોજીનું લાઇસન્સ મેળવનારી નાગપુરની કંપની ‘રાઇટ વોટર’એ પોતાના પ્રકારની પ્રથમ વ્યવસાયિક ‘મોબાઇલ વોટર પ્યૂરિફિકેશન અને ડિસેલિનેશન વાન’ બનાવીને તેનું સફળ પ્રદર્શન કર્યું છે.
આ અનોખું ઇનોવેશન કોમ્પેક્ટ ડિઝાઇન, વિવિધ સ્રોતોથી પાણી શુદ્ધ કરવાની ક્ષમતા અને સોલાર ઇન્ટિગ્રેશનથી ચાલવાની સુવિધા પૂરી પાડે છે, જેનાથી સ્વચ્છ પીવાનાં પાણી માટે ટકાઉ ઉકેલ મળે છે.
આ ઇનોવેશન સુરક્ષિત પીવાનું પાણી, ઔદ્યોગિક ઉપયોગ અને દરિયાકાંઠાનાં સંસાધનોના ટકાઉ સંચાલનમાં મદદ કરે છે. પાણીની અછત અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવામાં ભારતનું વૈજ્ઞાનિક નેતૃત્વ મજબૂત બન્યું છે. આ વાનની સફળતા પીવાનાં પાણીની સમસ્યા ધરાવતાં અન્ય વિસ્તારોમાં પણ મદદરૂપ પુરવાર થશે.
