રાજકોટમાં પિતાએ એકના એક પુત્રની હત્યા કરી
આહિર ચોક પાસેના નહેરુનગરની શેરી નંબર-8માં બાબુભાઈ સવસેતાએ પોતાના એકના એક દીકરા રામની ઊંઘમાં જ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી છે. પિતા બાબુભાઈએ અવારનવાર પારિવારિક ઝઘડામાં થતી બોલાચાલીનો ખાર રાખી પુત્ર રામનો જીવ લઈ લીધો. ત્યારબાદ પિતાએ જાતે જ ફોન કરીને પોલીસ બોલાવી હતી. આમ રક્ષાબંધનના 15 દિવસ પહેલાં જ ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો છે. ભક્તિનગર પોલીસની તપાસમાં જણાયું હતું કે, છેલ્લા થોડા સમયથી મૃતક યુવાનનાં માતા રિસામણે હોવાથી પિતા-પુત્ર ઘરે એકલા રહેતા હતા.
રાજકોટઃ આહિર ચોક પાસેના નહેરુનગરની શેરી નંબર-8માં બાબુભાઈ સવસેતાએ પોતાના એકના એક દીકરા રામની ઊંઘમાં જ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી છે. પિતા બાબુભાઈએ અવારનવાર પારિવારિક ઝઘડામાં થતી બોલાચાલીનો ખાર રાખી પુત્ર રામનો જીવ લઈ લીધો. ત્યારબાદ પિતાએ જાતે જ ફોન કરીને પોલીસ બોલાવી હતી. આમ રક્ષાબંધનના 15 દિવસ પહેલાં જ ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો છે. ભક્તિનગર પોલીસની તપાસમાં જણાયું હતું કે, છેલ્લા થોડા સમયથી મૃતક યુવાનનાં માતા રિસામણે હોવાથી પિતા-પુત્ર ઘરે એકલા રહેતા હતા.
