રૂ. 1072 કરોડના સાઈબર ફ્રોડનો આરોપી આસામથી ઝડપાયો
ગુજરાત ઉપરાંત દેશનાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી સાઇબર ક્રાઇમ આચરી નાણાં પડાવતી ગેંગ માટે વિવિધ મ્યૂલ બેન્ક એકાઉન્ટમાં જમા થતાં નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલતી ગેંગના મુખ્ય સાગરીત રફીકુલ આલમ મોહમંદ અલીને સ્ટેટ સાઇબર ક્રાઇમે આસામના બારપેટાથી ઝડપી લીધો છે. આરોપીએ ચાઇનીઝ ગેંગ માટે અત્યાર સુધી દેશભરના 1090 જેટલા બેન્ક એકાઉન્ટથી રૂ. 1072 કરોડ વિદેશમાં મોકલી ચૂક્યો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.
અમદાવાદઃ ગુજરાત ઉપરાંત દેશનાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી સાઇબર ક્રાઇમ આચરી નાણાં પડાવતી ગેંગ માટે વિવિધ મ્યૂલ બેન્ક એકાઉન્ટમાં જમા થતાં નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલતી ગેંગના મુખ્ય સાગરીત રફીકુલ આલમ મોહમંદ અલીને સ્ટેટ સાઇબર ક્રાઇમે આસામના બારપેટાથી ઝડપી લીધો છે. આરોપીએ ચાઇનીઝ ગેંગ માટે અત્યાર સુધી દેશભરના 1090 જેટલા બેન્ક એકાઉન્ટથી રૂ. 1072 કરોડ વિદેશમાં મોકલી ચૂક્યો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.
