વિદેશમાં ભારતીયો પરના હુમલામાં ઉછાળો, 31 ઘટના સાથે યુકે ત્રીજા ક્રમે

ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં ભારતીય નાગરિકો પર થયેલા હુમલાના સૌથી વધુ કિસ્સા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં નોંધાયા છે. આ યાદીમાં સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા અનુક્રમે ત્યારબાદના સ્થાને આવે છે.
લંડનઃ ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં ભારતીય નાગરિકો પર થયેલા હુમલાના સૌથી વધુ કિસ્સા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં નોંધાયા છે. આ યાદીમાં સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા અનુક્રમે ત્યારબાદના સ્થાને આવે છે.
વર્ષ 2021થી 2025 વચ્ચે અમેરિકામાં 33, જ્યારે યુએઇ, યુકે અને કેનેડામાં અનુક્રમે 32, 31 અને 30 કિસ્સા સામે આવ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પરના હુમલાના બનાવોમાં આશરે સાત ગણો વધારો થયો છે. 36 દેશોને આવરી લેતા આ ડેટા અનુસાર, સૌથી વધુ હુમલા ધરાવતા મુખ્ય દેશો ઉપરાંત આયર્લેન્ડમાં 24, રશિયામાં 23 અને જર્મનીમાં 19 ઘટના નોંધાઇ હતી
બ્રિટનમાં વર્ષ 2021માં 1, વર્ષ 2022માં 4, વર્ષ 2023માં 11, વર્ષ 2024માં 10 અને વર્ષ 2025માં 5 કેસ નોંધાયા હતા.
