વૃદ્ધો સાથે ગોલ્ડ બાર સ્કીમના નામે સ્કેમઃ હજારો ભોગ બન્યા

ન્યૂયોર્ક સિટી પોલીસ વિભાગનું ફાઈનાન્સિયલ ટાસ્ક ફોર્સ વૃદ્ધોને સોનાના બિસ્કીટના કૌભાંડને લઈને ચેતવણી ઉચ્ચારી છે. આ કૌભાંડ અંતર્ગત અત્યાર સુધીમાં 10 કરોડ ડોલરથી પણ વધુ રકમ ગુપચાવી લેવાઇ હોવાનું કહેવાય છે.

ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક સિટી પોલીસ વિભાગનું ફાઈનાન્સિયલ ટાસ્ક ફોર્સ વૃદ્ધોને સોનાના બિસ્કીટના કૌભાંડને લઈને ચેતવણી ઉચ્ચારી છે. આ કૌભાંડ અંતર્ગત અત્યાર સુધીમાં 10 કરોડ ડોલરથી પણ વધુ રકમ ગુપચાવી લેવાઇ હોવાનું કહેવાય છે. કૌભાંડમાં કમ્પ્યુટરમાં માઈક્રોસોફ્ટમાંથી પોપ-અપ મેસેજ આવે છે કે તમારું કોમ્પ્યુટર વાઇરસથી અસરગ્રસ્ત છે. તેને અનલોક કરવા માટે તમારે કોલ કરવો પડશે. કોલિંગ કરીને પીડિત તેના કમ્પ્યુટરનું એક્સેસ કૌભાંડીઓને આપી દે છે. તેના લીધે કૌભાંડી પાસે તેના બેન્ક ખાતાની બધી વિગતો આવી જાય છે. આ પછી તેમના પર કૌભાંડીઓના ફેક કોલ આવવા લાગે છે. તેમાં તેઓ અમેરિકન પોલીસ કે અમેરિકન ટ્રેઝરી વિભાગના હોવાનું જણાવીને તેમના નાણાંનું રક્ષણ કરવા ગોલ્ડ બારના સ્વરૂપમાં ચૂકવણી કરવાનું કહે છે. આ પ્રક્રિયામાં પીડિતને તેના કમ્પ્યુટરનું રિમોટ એક્સેસ આપવા દબાણ કરાય છે. હવે જો તે તમારા કમ્પ્યુટરનો કંટ્રોલ મેળવી લે તેનો સીધો અર્થ એમ થાય કે તમારા વેબકેમ, તમારું પ્રિન્ટર, તમારો ઓડિયો અને તમારું કમ્પ્યુટર બધુ તેના અંકુશમાં છે. આ કૌભાંડનો ભોગ બનેલાઓની સંખ્યા હજારોમાં હોવાનું કહેવાય છે અને તેમની પાસેથી 10 કરોડ ડોલરથી પણ વધુ રકમ પડાવી ચૂકાઈ હોવાનું મનાય છે.

વૃદ્ધો સાથે ગોલ્ડ બાર સ્કીમના નામે સ્કેમઃ હજારો ભોગ બન્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.