સબીના સૈનીની ભારત ખાતે યુકેના ફાઇનાન્શિયલ સર્વિસ એટેચી તરીકે નિયુક્તિ

યુકે ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) એ વૈશ્વિક વિસ્તરણ યોજનાના ભાગરૂપે સબીના સૈનીને ભારતમાં નવા ફાઇનાન્શિયલ સર્વિસિઝ એટેચી તરીકે નિયુક્ત કર્યા છે.
લંડનઃ યુકે ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) એ વૈશ્વિક વિસ્તરણ યોજનાના ભાગરૂપે સબીના સૈનીને ભારતમાં નવા ફાઇનાન્શિયલ સર્વિસિઝ એટેચી તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ યુકેમાં FCAમાં પૂર્વ મેનેજર રહી ચૂકેલા સૈનીએ ગયા અઠવાડિયે પોતાનો પદભાર સંભાળ્યો છે અને તેઓ મુંબઈ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશન ખાતેથી કામગીરી બજાવશે.
