સમગ્ર વિશ્વમાં ઉજવણીઓ સાથે ભારતીય ત્રિરંગાની રાષ્ટ્રભાવના છવાઈ

સમગ્ર વિશ્વમાં ઉજવણીઓ સાથે ભારતીય ત્રિરંગાની રાષ્ટ્રભાવના છવાઈ

સમગ્ર દેશ અને વિશ્વભરની ભારતીય કોમ્યુનિટીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ધ્વજારોહણ સમારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક ઈવેન્ટ્સ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 80મા સ્વાતંત્ર્યદિને સમગ્ર દેશમાં લોકો અને ગ્લોબલ ભારતીય ડાયસ્પોરા એકસંપ થઈને આઝાદીની ચળવળને સન્માનવા અને દેશની પ્રગતિને ઉજવવા આગળ આવ્યા હતા. યુએસથી માંડી યુકે અને લિબિયા સુધી ભારતીય કોમ્યુનિટીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઈવેન્ટ્સ સાથે સ્વાતંત્ર્યદિનની ઉજવણીઓ કરવામાં આવી હતી. લિબિયામાં મલ્ટિનેશનલ સ્કાયડાઈવિંગ ઈવેન્ટ યોજાયો હતો, જેમાં ત્રિરંગા સાથે ભારતીયો પણ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયા હતા. દરમિયાન, યુએસ અને યુકેમાં પણ ભારતીય સંસ્થાઓ દ્વારા સમૃદ્ધ ભારતીય વિરાસતને પ્રદર્શિત કરતી ભવ્ય ઉજવણીઓ કરાઈ હતી.

લંડનઃ સમગ્ર દેશ અને વિશ્વભરની ભારતીય કોમ્યુનિટીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ધ્વજારોહણ સમારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક ઈવેન્ટ્સ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 80મા સ્વાતંત્ર્યદિને સમગ્ર દેશમાં લોકો અને ગ્લોબલ ભારતીય ડાયસ્પોરા એકસંપ થઈને આઝાદીની ચળવળને સન્માનવા અને દેશની પ્રગતિને ઉજવવા આગળ આવ્યા હતા. યુએસથી માંડી યુકે અને લિબિયા સુધી ભારતીય કોમ્યુનિટીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઈવેન્ટ્સ સાથે સ્વાતંત્ર્યદિનની ઉજવણીઓ કરવામાં આવી હતી. લિબિયામાં મલ્ટિનેશનલ સ્કાયડાઈવિંગ ઈવેન્ટ યોજાયો હતો, જેમાં ત્રિરંગા સાથે ભારતીયો પણ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયા હતા. દરમિયાન, યુએસ અને યુકેમાં પણ ભારતીય સંસ્થાઓ દ્વારા સમૃદ્ધ ભારતીય વિરાસતને પ્રદર્શિત કરતી ભવ્ય ઉજવણીઓ કરાઈ હતી.

ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સતત 13મી વખત સ્વાતંત્ર્યદિન સંબોધન કર્યું હતું. તેમણે વિકસિત ભારત 2047 માટે ‘સપ્ત ધારા’ રોડમેપની રુપરેખા દર્શાવી હતી, જેમાં AI, સેમીકન્ડક્ટર્સ, ન્યુક્લીઅર પાવર, ઉત્પાદન અને ડિફેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ વર્ષની ઉજવણીઓ ‘વંદે માતરમના 150 વર્ષ’ અને ‘વિકસિત ભારત 2047 માટે યુવા શક્તિ’ પર કેન્દ્રિત રહી હતી. સૌપ્રથમ વખત રાષ્ટ્રગીતની પહેલા વંદે માતરમનું ગાન કરાયું હતું અને સ્વદેશી તોપો દ્વારા 21 તોપની સલામી અર્પવામાં આવી હતી. 2500થી વધુ કેડેટ્સ અને યુવા સ્વયંસેવકો દ્વારા ‘વંદે માતરમ’ છબીની રચના કરવામાં આવી હતી.

ભારતીય ડાયસ્પોરા દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રભક્તિની ભાવના અને ઉત્સાહ સાથે ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણીઓ કરવામાં આવી હતી. ડાયસ્પોરા કોમ્યુનિટીઓ દ્વારા ભારતની વિરાસત અને વૈશ્વિક પ્રતિષ્ઠાને દર્શાવતા ધ્વજારોહણ સમારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક ઈવેન્ટ્સના આયોદનો કરવામાં આવ્યાં હતાં.

યુએસમાં ન્યૂ યોર્ક ટ્રાઈ-સ્ટેટ વિસ્તારમાં કરાયેલી ઉજવણીમાં ન્યૂ જર્સીના પાર્સિપ્પાનીમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો સમાવેશ થયો હતો, જેમાં અમેરિકાની 250મી વર્ષગાંઠને સૂચવવા 1300થી વધુ અમેરિકી ધ્વજની ફરતે ભારતીય ત્રિરંગા ધ્વજ લહેરાવી ‘250’નું ચિત્ર બનાવાયું હતું. ભારતીય કોન્સ્યુલેટ અને યુએન ખાતે ધ્વજારોહણ સમારંભો યોજાયા હતા, જ્યારે ટાઈમ્સ સ્ક્વેર ખાતે ત્રિરંગો પ્રદર્શિત કરાયો હતો. યુએસના ઘણા રાજ્યોમાં 15 ઓગસ્ટને ‘ઈન્ડિયા ડે’ જાહેર કર્યો હતો તેમજ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ અને બોસ્ટનના પ્રુડેન્શિયલ સેન્ટર સહિત અનેક લેન્ડમાર્ક્સ ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યાં હતાં. ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ દ્વારા મેડિસન એવન્યુ પર વાર્ષિક ઈન્ડિયા ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુએઈમાં ભારત અને યુએઈ વચ્ચેના ગાઢ સંબંધોને હાઈલાઈટ કરવા દુબાઈના બુર્જ ખલીફા ઈમારતને કેસરી, શ્વેત અને લીલા લંગની રોશનીથી પ્રકાશિત કરવામાં આવી હતી. લિબિયામાં પણ ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી, જ્યાં યુએઈમાં વસતા ત્રણ ભારતીયો એક જ એરક્રાફ્ટમાંથી રાષ્ટ્રધ્વજો સાથે કુદનારા સૌથી વધુ લોકોનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા અન્ય 62 સ્કાયડાઈવર્સ સાથે જોડાયા હતા. ઓગસ્ટ 7ના અવકાશી કુદકામાં ભારતીય પાર્ટિસિપેન્ટ્સે ત્રિરંગા સાથે છલાંગ લગાવી હતી. આ રેકોર્ડને 14 ઓગસ્ટે માન્યતા મળવા સાથે રાષ્ટ્રપ્રેમનો સ્પર્શ પ્રાપ્ત થયો હતો.

સિંગાપોરસ્થિત ભારતીય હાઈ કમિશનર શિલ્પાક એમ્બુલેએ 15 ઓગસ્ટે ભારતના 80મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે ચાન્સેરી ખાતે ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગે ભારતીય ડાયસ્પોરાના 2500થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાઈ કમિશનર એમ્બુલેએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના સંભાષણના અંશો વાંચ્યા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રગીત વંદે માતરમ્ અને દેશભક્તિના ગીતો પણ ગવાયા હતા. ભારતીય સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યતાને પ્રદર્શિત કરતા પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ કરાઈ હતી.

યુરોપ, એશિયા અને ન્યૂ ઝીલેન્ડમાં ભારતીય કોમ્યુનિટીઓ દ્વારા સ્વાતંત્ર્યદિન નિમિત્તે ધ્વજારોહણ સમારંભો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રપ્રેમ દર્શાવતી પ્રવૃત્તિઓના આયોજનો કરવામાં આવ્યા હતા. વેલિંગ્ટનમાં ભારતીય ડાયસ્પોરાના 500થી વધુ સભ્યો અને સ્થાનિક મિત્રો ઉજવણી માટે હાઈ કમિશનર મુઆનપુઈ સાઈવાલ સાથે જોડાયા હતા, જેમાં પ્રેસિડેન્ટનું સંભાષણ, રાષ્ટ્રગીત વંદે માતરમ્ અને સાંસ્કૃતિક પરફોર્મન્સીસનો સમાવેશ કરાયો હતો. વિદ્યાર્થીઓ અને કોમ્યુનિટીના સભ્યોએ ‘હર ઘર તિરંગા’ સેલ્ફી અભિયાનમાં પણ ભાગ લીધો હતો.

જાપાનના ટોક્યો ખાતે વિદ્યાર્થીઓ અને કોમ્યુનિટીના સભ્યોએ દેશભક્તિના ગીતોની રજૂઆત કરી હતી, જ્યારે ભારતીય મિશને જાપાનીઝ મીડિયા દ્વારા કરાયેલા ખાસ કવરેજની નોંધ લીધી હતી. ચીનના બીજિંગમાં એમ્બેસેડર વિક્રમ દોરાઈસ્વામીએ ત્રિરંગો ફરકાવ્યો હતો અને વરસાદ હોવાં છતાં, ભારતીય કોમ્યુનિટી અને ભારતના મિત્રો ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. મોસ્કો ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ સાથે સ્વાતંત્ર્યદિનની ઉજવણીનો આરંભ કરાયો હતો, જેમાં વંદે માતરમ્, સાંસ્કૃતિક પરફોર્મન્સીસ અને ભારતીય કોમ્યુનિટી દ્વારા આયોજિત બાઈક રેલીનો સમાવેશ થયો હતો. બર્લિનમાં મ્યુઝિકલ પરફોર્મન્સીસનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય ક્લાસિકલ સંગીત, રવિન્દ્ર સંગીત અને સમકાલીન મ્યુઝિકનો સમાવેશ કરાયો હતો. રોમ ખાતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વંદે માતરમ્ ગાનનું આયોજન થયું હતું.

યુકેમાં ભારતીય ડાયસ્પોરાએ સમગ્ર દેશમાં શ્રેણીબદ્ધ સાંસ્કૃતિક અને કોમ્યુનિટી ઈવેન્ટ્સ સાથે ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશને આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રધ્વજના ગ્લોબલ રીલે ‘ સૂર્યપથ તિરંગા’ સાથે ઉજવણી કરી હતી અને ઈન્ડિયા હાઉસ ખાતે ધ્વજારોહણ વિધિ યોજાયો હતો. આ ઉપરાંત, હાઈ કમિશન અને યુકેસ્થિત ભારતીય સંસ્થાઓના સપોર્ટ સાથે શનિવાર 22 ઓગસ્ટે નવનાત સેન્ટર ખાતે કોમ્યુનિટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્ડિફમાં ધ્વજારોહણ સમારંભ કાર્ડિફ કેસલ ખાતે યોજાયો હતો. કિલ્લાને ભારતીય ત્રિરંગાના રંગો વડે પ્રકાશિત કરી દેવાયો હતો. માનદ ભારતીય કોન્સલ જનરલ રાજ અગ્રવાલ દ્વારા આયોજિત ઈવેન્ટમાં લોર્ડ મેયર માઈકલ માઈકલ, યુકેના AI માટેના મિનિસ્ટર ઓફ સ્ટેટ કનિષ્ક નારાયણ MP, ડો. ડેફીડ ટ્રીસ્ટાન ડેવિસ MS, લોર્ડ લેફ્ટનન્ટ ઓફ સાઉથ ગ્લેમોર્ગન મોર્ફડ મેરેડિથ, કાર્ડિફ કાઉન્સિલ લીડર ક્રિસ વીવર, સીનિયર સેનેડ મેમ્બર્સ, આર્મ્ડ ફોર્સીસના પ્રતિનિધિઓ અને કોમ્યુનિટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર યુકેમાં અન્ય ઘણી ભારતીય કોમ્યુનિટી સંસ્થાઓએ આ પ્રસંગે ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું અને ભારત સાથે ડાયસ્પોરાના મજબૂત સંબંધોનું પ્રદર્શન કર્યું હતું.

સમગ્ર વિશ્વમાં ઉજવણીઓ સાથે ભારતીય ત્રિરંગાની રાષ્ટ્રભાવના છવાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.