સલિના તુર્દાનેઃ ધરતીના પેટાળમાં ધબકતી મનોરંજન નગરી

આપણા કાને ખાણ શબ્દ પડતાં જ મગજમાં અંધારી ગુફાઓ, મજૂરોની સખત મહેનત અને મશીનોનો અવાજ ગુંજવા લાગે છે, પરંતુ રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા રિજનમાં આવેલી સલિના તુર્દાને એક વખત જૂઓ તો તમારો આ વિચાર સંપૂર્ણપણે બદલાઇ જશે. અહીં જમીનથી લગભગ 400 ફીટ (120 મીટર) નીચે બનેલી મીઠાની ખાણને શાનદાર ‘સોલ્ટ માઇન કોમ્પ્લેક્સ’માં બદલી નાંખવામાં આવી છે.

ટ્રાન્સિલવેનિયાઃ આપણા કાને ખાણ શબ્દ પડતાં જ મગજમાં અંધારી ગુફાઓ, મજૂરોની સખત મહેનત અને મશીનોનો અવાજ ગુંજવા લાગે છે, પરંતુ રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા રિજનમાં આવેલી સલિના તુર્દાને એક વખત જૂઓ તો તમારો આ વિચાર સંપૂર્ણપણે બદલાઇ જશે. અહીં જમીનથી લગભગ 400 ફીટ (120 મીટર) નીચે બનેલી મીઠાની ખાણને શાનદાર ‘સોલ્ટ માઇન કોમ્પ્લેક્સ’માં બદલી નાંખવામાં આવી છે.
એક સમયે રુડોલ્ફ માઇન તરીકે ઓળખાતી આ જગ્યાને ફેરિસ વ્હીલ, બોઉલિંગ, મિની ગોલ્ફ અને રમતગમતના વિસ્તારવાળા એમ્યુઝમેન્ટ પાર્કમાં ફેરવી દેવાઈ છે, જ્યારે ટેરેઝિયા માઇનના ખારા પાણીવાળા ભૂગર્ભ તળાવમાં નૌકાવિહાર (બોટિંગ) કરાવવામાં આવે છે. આશરે બે હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી આ જગ્યા આજે વિશ્વનું સૌથી સુંદર સોલ્ટ માઈન મ્યુઝિયમ માનવામાં આવે છે. દર વર્ષે અહીં છ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે અને ભરપૂર આનંદ માણે છે. ખાણની કુલ ઊંડાઈ 194 મીટર એટલે કે 637 ફૂટ છે. 6 લાખથી વધુ પ્રવાસીઓ દર વર્ષે અહીં આવે છે.

અંદર ઉતરતાં જ નજરે પડે છે બીજી દુનિયા

ખાણમાં પ્રવેશતાં જ તાપમાન અચાનક 11-13 ડિગ્રી સેલ્સિયસ પર આવી જાય છે. લાંબી સુરંગમાંથી પસાર થયા પછી પ્રવાસીઓ એક એવા વ્યુ પોઇન્ટ પર પહોંચે છે, જ્યાંથી નીચે તેરેઝિયા માઇનનું વિશાળ દૃશ્ય દેખાય છે. લગભગ 120 મીટર ઊંડી આ ગુફા ઉપરથી તો કોઈ અંધારા કૂવા જેવી દેખાય છે, પરંતુ નીચે પહોંચતાં જ રંગબેરંગી રોશનીથી સજાવેલું તળાવ અને તેની વચ્ચે બનેલું નાનું પ્લેટફોર્મ જાણે કોઈ બીજી દુનિયાનો અહેસાસ કરાવે છે.
અહીં પહોંચવા માટે પારદર્શક કાચની લિફ્ટ બનાવવામાં આવી છે, મુલાકાતીઓ જેમ જેમ નીચે ઉતરતાં જાય છે તેમ તેમ તેમની નજર સામે ધરતીના પેટાળમાં રચાયેલી રંગબેરંગી દુનિયાનો શાનદાર નજારો ખીલતો જાય છે.

સલિના તુર્દાનેઃ ધરતીના પેટાળમાં ધબકતી મનોરંજન નગરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.