હંમેશા કફન સાથે રાખું છુંઃ લકી અલી
67 વર્ષની વયે પણ પોતાના અદભુત અવાજથી ચાહકોના દિલ પર રાજ કરી રહેલા પ્રખ્યાત ગાયક લકી અલી હાલમાં જ એક કોન્સર્ટ દરમિયાન ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.
67 વર્ષની વયે પણ પોતાના અદભુત અવાજથી ચાહકોના દિલ પર રાજ કરી રહેલા પ્રખ્યાત ગાયક લકી અલી હાલમાં જ એક કોન્સર્ટ દરમિયાન ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.
કોન્સર્ટમાં ગાતી વખતે ભાવુક થઇ ગયેલા લકી અલીએ કહ્યું કે, હું જાણું છું કે હું આપ સૌને બહુ પ્રેમ કરું છું, પણ એક દિવસ મારે આ દુનિયા છોડીને જવાનું જ છે. આ સાથે જ લકી અલીએ ખુલાસો કર્યો કે જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે, ત્યારે પોતાની સાથે હંમેશાં ‘એહરામ’ એટલે કે કફન રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, હું જ્યારે પણ પ્રવાસ કરું છું, ત્યારે મારું કફન સાથે રાખું છું. મારી ઈચ્છા છે કે હું જ્યાં પણ મૃત્યુ પામું, મને તે જ જગ્યાએ દફનાવી દેવામાં આવે.’