હસાયરો

પડોશણઃ અલી, તું ઘરે વાસણ ધોવા માટે શું વાપરે છે?
બીજી પડોશણઃ આમ તો હું પહેલાં ઘણું વાપરી ચૂકી છું, પણ પતિ કરતાં સારું કશું જ ન લાગ્યું!
•••
પડોશણઃ અલી, તું ઘરે વાસણ ધોવા માટે શું વાપરે છે?
બીજી પડોશણઃ આમ તો હું પહેલાં ઘણું વાપરી ચૂકી છું, પણ પતિ કરતાં સારું કશું જ ન લાગ્યું!
•••
ગર્લફ્રેન્ડ: તું મને કેટલો પ્રેમ કરે છે?
બોયફ્રેન્ડ: જેટલું તું વિચારી પણ ન શકે
ગર્લફ્રેન્ડ: ખરેખર?
બોયફ્રેન્ડ: હા, કારણ કે તું વિચારતી જ નથી
•••
શિક્ષક: ભુરા, તું સ્કૂલે લેટ કેમ આવ્યો?
ભુરો: મેમ, એક કાકાની 500ની નોટ ખોવાઇ ગઇ હતી
શિક્ષક: તો તું એમની મદદ કરતો હતો?
ભુરો: ના, હું એ નોટ પર ઊભો હતો.
•••
એક જાપાની કપલ ઝઘડી રહ્યું છે.
પતિઃ સુઈતાકી! માકાતાકો!
પત્નીઃ કૌવાનીની! માતાનીની!
પતિઃ ટોક આ આજીરોનોમી યાકો!
(પત્ની ઘૂંટણિયે પડી જાય છે.) મિમિ નાર્કોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિઃ (ગુસ્સામાં) નામિઆઓ! કીમા ટીમ કોઉજી!
અરે, યાર... આરામથી આ બધું વાંચી રહ્યા છો, જાણે તમને જાપાનીઝ ભાષામાં સમજણ પડતી હોય! કમાલ છો યાર! કો’કનાં ઝઘડામાં આટલો રસ ના લેવાય!!
•••
ભણેલી-ગણેલી વહુ પૂજા કરવા બેઠી.
સાસુએ પૂછયુંઃ વહુ, આ નાગરવેલનાં પાન પર ચીકણો પદાર્થ શું મૂક્યો છે?
વહુઃ મમ્મીજી... પૂજામાં મૂકવા માટે ઘરમાં પાંચ ફળ નહોતા તો પછી મિક્સ ફ્રૂટ જામ મૂક્યો છે!!
•••
ભૂરોઃ મેડમ આપનું નામ ?
મેડમઃ મંદિરા બેદી.
ભૂરોઃ ઓકે... પછી ત્રીજે દી?
•••
પત્ની (ગુસ્સાથી): કાલ તમે આપણી પાડોશણ સાથે ફિલ્મ જોવા ગયા હતા?
પતિઃ શું કરું. આજકાલ પરિવાર સાથે જોવા જેવી ફિલ્મો બને છે જ ક્યાં!
•••
શાકવાળો ક્યારનો શાકભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ભૂરો આખરે કંટાળીને બોલ્યોઃ ભાઈ, શાકભાજી ભાનમાં આવી ગઈ હોય તો મને અડધો કિલો ભીંડા તોલી આપો.
•••
