હોર્મુઝ નાકાબંધીમાં ઓમાન વચ્ચે પડ્યું તો બોમ્બમારો કરીશું: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી છે કે જો તે હોર્મુઝની ખાડીમાં ઈરાની જહાજો સામે અમેરિકા દ્વારા લદાયેલી નાકાબંધીમાં અવરોધ ઊભો કરશે તો અમેરિકા ભયંકર બોમ્બમારો કરશે. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે ઓમાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સંદર્ભે કહ્યું કે, જો ઓમાન વચ્ચે આવશે તો અમે તેના પર જોરદાર બોમ્બમારો કરીશું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાને શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવવો જોઈએ. મારો કોઈ સમય-નિર્ધારિત કાર્યક્રમ નથી.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી છે કે જો તે હોર્મુઝની ખાડીમાં ઈરાની જહાજો સામે અમેરિકા દ્વારા લદાયેલી નાકાબંધીમાં અવરોધ ઊભો કરશે તો અમેરિકા ભયંકર બોમ્બમારો કરશે. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે ઓમાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સંદર્ભે કહ્યું કે, જો ઓમાન વચ્ચે આવશે તો અમે તેના પર જોરદાર બોમ્બમારો કરીશું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાને શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવવો જોઈએ. મારો કોઈ સમય-નિર્ધારિત કાર્યક્રમ નથી.
ઈરાને સોમવારે જણાવ્યું હતું કે તેણે ઓમાન સાથે હોર્મુઝમાંથી જહાજોની અવરજવર માટેની યોજના અંગે સમજૂતી સાધી લીધી છે અને બંને પક્ષો હવે સંયુક્ત નિવેદનની વિગતોને આખરી ઓપ આપવા માટે કામ કરી રહ્યા છે. સમજૂતી હેઠળ જહાજો ઈરાન નજીકના માર્ગે પ્રવેશ કરશે અને ઓમાન નજીકના માર્ગે બહાર નીકળશે. વચગાળાના સમયગાળા દરમિયાન જહાજો કોઈપણ ફી કે ટોલ ચૂકવ્યા વિના ત્યાંથી પસાર થઈ શકશે. ઓમાન સાથેની વાતચીત આગળ વધી છે પરંતુ તેને એક પેકેજના સ્વરૂપે બંનેને સાથે રાખીને આખરી ઓપ આપવાનું આયોજન છે.
