ISKCON નાઈરોબી દ્વારા યુથ ફેસ્ટ 2026માં યુવાઓ ઉમટ્યા

ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ISKCON) નાઈરોબી દ્વારા ISKCON 60 ઈનિશિયેટિવના ભાગરૂપે આયોજિત યુથ ફેસ્ટ 2026માં 500થી વધુ યુવા લોકો એકત્ર થયા હતા. વર્તમાન યુવા વર્ગ સામે સૌથી ગંભીર પડકારોમાં એક ડિજિટલ એડિક્શન અને અનંત સ્ક્રોલિંગનું વિષચક્રના નિવારણ પર કેન્દ્રિત પ્રેરણાદાયી સાંજનું આયોજન કરાયું હતું.

નાઈરોબીઃ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ISKCON) નાઈરોબી દ્વારા ISKCON 60 ઈનિશિયેટિવના ભાગરૂપે આયોજિત યુથ ફેસ્ટ 2026માં 500થી વધુ યુવા લોકો એકત્ર થયા હતા. વર્તમાન યુવા વર્ગ સામે સૌથી ગંભીર પડકારોમાં એક ડિજિટલ એડિક્શન અને અનંત સ્ક્રોલિંગનું વિષચક્રના નિવારણ પર કેન્દ્રિત પ્રેરણાદાયી સાંજનું આયોજન કરાયું હતું.

સ્વયંમ ભગવાન કેશવ સ્વામીએ પ્રેરણાદાયી સંબોધનમાં મન, સંબંધો અને સમગ્રતયા સ્વાસ્થ્ય પર વધુપડતા સ્ક્રીન ટાઈમની અસર વિશે જણાવ્યું હતું. કૃષ્ણ કોન્સિયસનેસમાં રહેલા વ્યવહારુ જ્ઞાન અને સુસંગત ઉદાહરણો દ્વારા તેમણે ઓડિયન્સને તેમની દૈનિક આદતો સંદર્ભે વધુ સજાગ બનવા, કેન્દ્રિત ધ્યાન સાથે આધ્યાત્મિક વિકાસ, અર્થસભર સંબંધો અને સાચી વ્યક્તિગત પ્રગતિ સાધે તેવી પ્રવૃત્તિઓમાં તેમનો સમય ઈન્વેસ્ટ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જાણીતા જાહેર વક્તા માઈક મોન્ડોના જોશીલા વક્તવ્યે લોકોને ઈરાદાસહ જીવવા, તંદુરસ્ત આદતો કેળવવા અને ડિજિટલ અવરોધો અને ખલેલથી પ્રભાવિત વિશ્વમાં ચેતનાપૂર્ણ પસંદગીઓ કરવાની હાકલ કરી હતી. આ ઈવેન્ટમાં ઓડિયન્સે ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો તેમજ વ્યવહારુ અને સુસંગત રજૂઆતોને ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો. યુવાઓની નોંધપાત્ર હાજરીએ દર્શાવ્યું હતું કે આરોગ્યપ્રદ અને વધુ હેતુલક્ષી લાઈફસ્ટાઈલ્સને કેળવવાની સાથોસાથ આધુનિક ડિજિટલ જીવનના પડકારો સામે ઉપયોગી ઉપાયો મેળવવા યુવા લોકોમાં ઈચ્છા વધતી જાય છે.

ISKCON નાઈરોબીએ યુથ ફેસ્ટ 2026કાર્યક્રમને અભૂતપૂર્વ સફળ બનાવવા બદલ સ્વયમ ભગવાન કેશવ સ્વામી, માઈક મોન્ડો, સમર્પિત સ્વયંસેવકો, ઉદાર શુભેચ્છકો અને ઉપસ્થિત રહેલા 500થી વધુ યુવાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ISKCON નાઈરોબી દ્વારા યુથ ફેસ્ટ 2026માં યુવાઓ ઉમટ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.