અટલાદરા સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ

વડોદરા શહેરના અટલાદરામાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે યોજાઇ ગયો. આ ભવ્ય મંદિર છેલ્લા આઠ દસકાથી જિલ્લા અને શહેરના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિર બીએપીએસ સંસ્થાના આરંભકાળમાં નિર્મિત ચોથા મંદિર તરીકે આગવી ઓળખ ધરાવે છે.
વડોદરાઃ શહેરના અટલાદરામાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે યોજાઇ ગયો. આ ભવ્ય મંદિર છેલ્લા આઠ દસકાથી જિલ્લા અને શહેરના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિર બીએપીએસ સંસ્થાના આરંભકાળમાં નિર્મિત ચોથા મંદિર તરીકે આગવી ઓળખ ધરાવે છે.
મંદિરનું નિર્માણ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરાવવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર આયોજનને સાકાર કરવા તન-મનથી સેવા કરી હતી. આ જ કારણસર મંદિર હરિભક્તો માટે સવિશેષ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. પાટોત્સવ પ્રસંગે સંસ્થાના સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામી સહિત અન્ય સંતોએ પ્રભુ પ્રતિમાઓ પર પંચદ્રવ્યોથી અભિષેક અને પૂજન કર્યું હતું. આ પ્રસંગે ભગવાનના ચરણોમાં ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો અને ઉપસ્થિત ભક્તો પણ વેદોક્ત પૂજામાં જોડાયા હતા. મુખ્ય સભામાં ઘનશ્યામચરણ સ્વામીએ મંદિરની આવશ્યક્તા અને મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
