અમેરિકા-ઈરાન યુદ્ધથી એક કન્ટેનરની નિકાસનો ભાવ 1500 ડોલર પહોંચ્યો
ઇરાન-ઇઝરાયલ યુદ્ધવિરામથી ઉદ્યોગોને રાહત તો મળી, પરંતુ થોડા દિવસોમાં જ ફરી હોર્મુઝની ખાડીમાંથી જહાજોની અવરજવર બંધ થતાં ઉદ્યોગો ફરી એક વખત કપરી સ્થિતિમાં મુકાયા છે. માલસામાનની હેરાફેરી માટે દરિયાઈ માર્ગે મોકલાતા એક કન્ટેનર માટે ઉદ્યોગોને 1,000ના બદલે હાલ 1,500 ડોલર ચૂકવવા પડી રહ્યા છે. ઇરાનની દરિયાઈ રૂટ બંધ કરવાની ધમકી વચ્ચે યુદ્ધ દરમિયાન માલવાહક જહાજો અટકી જતાં આયાત-નિકાસના ભાવમાં વધારો થયો હતો.
અંકલેશ્વરઃ ઇરાન-ઇઝરાયલ યુદ્ધવિરામથી ઉદ્યોગોને રાહત તો મળી, પરંતુ થોડા દિવસોમાં જ ફરી હોર્મુઝની ખાડીમાંથી જહાજોની અવરજવર બંધ થતાં ઉદ્યોગો ફરી એક વખત કપરી સ્થિતિમાં મુકાયા છે. માલસામાનની હેરાફેરી માટે દરિયાઈ માર્ગે મોકલાતા એક કન્ટેનર માટે ઉદ્યોગોને 1,000ના બદલે હાલ 1,500 ડોલર ચૂકવવા પડી રહ્યા છે. ઇરાનની દરિયાઈ રૂટ બંધ કરવાની ધમકી વચ્ચે યુદ્ધ દરમિયાન માલવાહક જહાજો અટકી જતાં આયાત-નિકાસના ભાવમાં વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, 8 મહિના કરતાં વધુ સમયથી રેડ સી મારફતે વેપાર કરવો ઉદ્યોગો માટે કઠિન બન્યો છે. જિલ્લાના 60 ટકા ઉદ્યોગો યુરોપના દેશો સાથે વેપાર કરે છે. બાકી 40 ટકા વેપાર અમેરિકા, જાપાન, ચીન સહિતના દેશો સાથે થાય છે. યુરોપ સાથે વેપાર માટે રેડ સીમાં માલવાહક જહાજોની હેરાફેરીથી આયાત-નિકાસ થાય છે. યુદ્ધને લઈ રેડ સી હાલ નિશાન પર છે. કન્ટેનરના ભાવમાં વધારો થયો છે. આયાત-નિકાસ પર બ્રેક લાગ્યો છે.
