આઇસીસીપ્રોસિક્યુટર કરીમ ખાનનું સસ્પેન્શન યથાવત

બ્રિટનની કાયદાકીય વોચડોગ સંસ્થાએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વિવાદોમાં ઘેરાયેલા ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાનના સસ્પેન્શનને યથાવત રાખ્યું છે. તેમના પર મૂકાયેલા જાતીય ગેરવર્તણુંકના આરોપોના પગલે બ્રિટનમાં વકીલાત કરવા પર પ્રતિબંધ લદાયો છે.

લંડનઃ બ્રિટનની કાયદાકીય વોચડોગ સંસ્થાએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વિવાદોમાં ઘેરાયેલા ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાનના સસ્પેન્શનને યથાવત રાખ્યું છે. તેમના પર મૂકાયેલા જાતીય ગેરવર્તણુંકના આરોપોના પગલે બ્રિટનમાં વકીલાત કરવા પર પ્રતિબંધ લદાયો છે.

વૈશ્વિક અદાલતની દેખરેખ રાખતી સર્વોચ્ચ સમિતિ આ મહિનાના અંતમાં કરીમ ખાનને તેમના પદ પરથી હટાવવા અંગે મતદાન કરશે. 56 વર્ષીય કરીમ ખાન છેલ્લા બે વર્ષથી એક મહિલા સહાયક સાથે જાતીય ગેરવર્તણુંક સંબંધિત ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. જોકે, તેમણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. જૂન 2025માં યુકેના બાર સ્ટાન્ડર્ડ્સ બોર્ડ દ્વારા ખાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પ્રકારનું પગલું માત્ર અત્યંત ગંભીર અને તાકિદના કેસોમાં જ લેવાતું હોય છે. ગયા સપ્તાહે યોજાયેલી સુનાવણી બાદ બાર એસોસિએશને આ નિર્ણયને બહાલ રાખ્યો છે. ખાન સામે શિસ્તભંગની કાર્યવાહી હાલ ચાલુ છે.

આઇસીસીપ્રોસિક્યુટર કરીમ ખાનનું સસ્પેન્શન યથાવત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.