એન્ડી બર્નહામ વડાપ્રધાનપદે આરૂઢ

બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર અને મેકરફિલ્ડના સાંસદ એવા એન્ડી બર્નહામે સોમવારે સત્તાવાર રીતે યુકેના 59મા વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો.

લંડનઃ બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર અને મેકરફિલ્ડના સાંસદ એવા એન્ડી બર્નહામે સોમવારે સત્તાવાર રીતે યુકેના 59મા વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો. સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ ભારે દબાણનો સામનો કરી રહેલા સર કેર સ્ટાર્મરના રાજીનામાને પગલે લેબર પાર્ટીએ બર્નહામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

2024માં લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે ચૂંટાઇ આવ્યા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પહોંચેલા બીજા વડાપ્રધાન એન્ડી બર્નહામે બ્રિટિશ રાજકારણમાં સરકિટ બ્રેકરનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વ્હાઇટ હોલ પાસેથી શાસનની સત્તાઓ લઇને રિજિયોનલ કોમ્યુનિટિઝને સોંપાશે. તેઓ છેલ્લા એક દાયકાથી બ્રિટિશ રાજકારણ અને સરકારને ઘેરી વળેલા નિષ્ફળતા અને અવિશ્વાસના ચક્રને તોડવાનું કામ કરશે.

બર્નહામે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ મોંઘવારી સામે જંગનું એલાન કરી દીધું હતું. તેમણે ઘરેલુ એનર્જી બિલ પર લાગુ થતા વેટને નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે પ્રથમ કેબિનેટની મિટિંગમાં જણાવ્યું હતું કે, મારી સરકાર કોસ્ટ ઓફ લિવિંગ સરકાર બની રહેશે. તેમણે કેબિનેટના મંત્રીઓને મોંઘવારી ઘટાડવાના સંભવિત તમામ માર્ગ ચકાસવા સૂચના આપી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે જનતાના ખભા પરનો બોજો હળવો કરવા શું કરી શકીએ જેથી તેમને આશા મળે કે મદદ આવી રહી છે, સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે અને આપણે બધાએ એકઠાં મળીને આ મિશન પાર પાડવાનું છે.

એન્ડી બર્નહામ વડાપ્રધાનપદે આરૂઢ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.