ઓસીઆઈ અરજી માટેના દસ્તાવેજોની જરૂરિયાતોમાં મોટી રાહત

ભારત સરકારના બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા ભારતમાં સબમિટ કરવામાં આવતી ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ અરજીઓ માટેના વિઝા નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. 

લંડનઃ ભારત સરકારના બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા ભારતમાં સબમિટ કરવામાં આવતી ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ અરજીઓ માટેના વિઝા નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર હવે અરજદારો માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા રેસિડેન્સી પરમિટ સબમિટ કરવાની અનિવાર્યતા નાબૂદ કરવામાં આવી છે. જોકે તેની સામે અરજદાર પાસે ઓછામાં ઓછી ત્રણ મહિનાની વેલિડિટી ધરાવતા યોગ્ય લોંગ-ડ્યુરેશન વિઝા હોવા જરૂરી રહેશે. સુધારેલા નિયમો અંતર્ગત ભારતમાં ઓસીઆઈ અરજી સબમિટ કરનારા તમામ અરજદારોએ અરજીની તારીખથી લઘુત્તમ ત્રણ મહિનાની વેલિડિટી ધરાવતા કોઈપણ લાંબા ગાળાના વિઝાની નકલ રજૂ કરવાની રહેશે. આ નિયમમાં માત્ર 'E-3' વિઝા અપવાદ રહેશે. અગાઉ ફરજિયાત ગણાતી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ/રેસિડેન્સી પરમિટ (RC/RP) ની નકલ હવેથી આપવી પડશે નહીં.

કયા દસ્તાવેજો રજૂ કરવા પડશે

  • અરજી સબમિટ કરવાની તારીખે ઓછામાં ઓછી 6 મહિનાની વેલિડિટી ધરાવતો માન્ય પાસપોર્ટ
  • અરજીની તારીખે લઘુત્તમ 3 મહિનાની વેલિડિટી ધરાવતા માન્ય વિઝા
  • ભારતીય મૂળના હોવાના બે પુરાવા
  • સરનામાનો પુરાવો
ઓસીઆઈ અરજી માટેના દસ્તાવેજોની જરૂરિયાતોમાં મોટી રાહત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.