કુમકુમ મંદિરના સંતોની લંડન પધરામણીઃ લંડન મંદિરનો 13મો પાટોત્સવ ઉજવાશે

કુમકુમ મંદિરના સંતોની લંડન પધ

સાધુતાની મૂર્તિ સદ્ગુરુ પૂ. શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે 30 જુલાઇના રોજ લંડન પધારી રહ્યા છે. 17મી ઓગસ્ટ સુધીના લંડન રોકાણ દરમિયાન તેઓ સ્ટેનમોરના પાર રોડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ - યુકે ખાતે નિવાસ કરશે.

લંડનઃ સાધુતાની મૂર્તિ સદ્ગુરુ પૂ. શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે 30 જુલાઇના રોજ લંડન પધારી રહ્યા છે. 17મી ઓગસ્ટ સુધીના લંડન રોકાણ દરમિયાન તેઓ સ્ટેનમોરના પાર રોડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ - યુકે ખાતે નિવાસ કરશે.
આ દરમિયાન દરરોજ સાંજે 7.00થી 9.00 અને દર શનિવાર તથા રવિવાર સાંજે 5.00થી 7.30 સત્સંગ સભા યોજાશે જેમાં મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભાવિક ભક્તોને અમૃતવાણીનો લાભ આપશે.
સંતોના વિચરણ દરમિયાન કીર્તનભક્તિ, શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, શ્રી હરિનું ષોડ્શોપચારથી પૂજન, સમૂહ આરતી, યુવા શિબિર, સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, લંડન કુમકુમ મંદિર છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. મંદિર પાટોત્સવ પ્રસંગે તા. 1 ઓગસ્ટના રોજ સાંજે 5.30થી 7.30 ગુરુપૂર્ણિમા મહોત્સવ જ્યારે તા. 2 ઓગસ્ટના રોજ સવારે 8.00થી બપોરે 12.00 પાટોત્સવ ઉજવાશે. વધુ માહિતી માટે સંપર્કઃ સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ (વ્હોટ્સએપ) - 63524 66248

કુમકુમ મંદિરના સંતોની લંડન પધ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.