કેનેડામાં હીટવેવની સાથે હવાની ગુણવત્તા પણ બગડી
કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ટોરોન્ટો સહિત દક્ષિણ ઓન્ટારિયોના ઘણા શહેરોમાં તાપમાને જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ટોરન્ટોના ડાઉનટાઉન વિસ્તારમાં ગયા મંગળવારે પારો 37.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે જુલાઈના આ સમય માટે 31 વર્ષ જૂના રેકોર્ડ કરતા પણ વધારે રહ્યો હતો.
ટોરોન્ટો: કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ટોરોન્ટો સહિત દક્ષિણ ઓન્ટારિયોના ઘણા શહેરોમાં તાપમાને જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ટોરન્ટોના ડાઉનટાઉન વિસ્તારમાં ગયા મંગળવારે પારો 37.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે જુલાઈના આ સમય માટે 31 વર્ષ જૂના રેકોર્ડ કરતા પણ વધારે રહ્યો હતો. એન્વાયર્ન્મેન્ટ કેનેડાના અનુસાર આ પહેલા 14 જુલાઇએ ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર સૌથી વધારે તાપમાન 1995માં નોંધાયું હતું. ત્યારે પારો 39.7 ડિગ્રી સુધી ગયો હતો અને આ વખતે તો પારો તે સ્તરને પણ વટાવી ગયો છે. જોકે, આકરા બફારાને કારણે લોકોને 40થી 45 ડિગ્રી જેટલી ગરમી અનુભવાઈ હતી. કાળઝાળ ગરમીને કારણે ઓન્ટારિયોના મોટાભાગના વિસ્તારોમાં હીટ વોર્નિંગ જારી કરાઈ હતી. તે સિવાય મેનિટોબા, સાસ્કેચેવાન, આલ્બર્ટા અને નોર્થવેસ્ટ ટેરિટરીઝના ઘણા વિસ્તારોમાં પણ ગરમી અને હવાની ખરાબ ગુણવત્તા વિશે એલર્ટ જારી કરાયું છે. નિષ્ણાતો અનુસાર અમેરિકામાં સર્જાયેલી એક મોટી હાઈ પ્રેશર સિસ્ટમને કારણે કેનેડાના ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઉંચે પહોંચી ગયું છે. આ સિસ્ટમે અમેરિકાના ઉપરી મેદાન વિસ્તારોથી માંડી ગેટ લેક્સ ક્ષેત્ર અને ક્યૂબેક સુધી ગરમ હવાનો પ્રભાવ વધાર્યો છે. ગરમીની વચ્ચે પશ્ચિમ કેનેડાના જંગલોમાં લાગેલી આગનો ધુમાડો પણ લોકોની સમસ્યાનું કારણ બનેલો છે.
