ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગઃ સ્કાયરૂટ એરોસ્પેસે ઇતિહાસ રચ્યો

શનિવારે ભારતના પહેલા ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના સફળ લોન્ચિંગ સાથે જ ઇતિહાસ રચાયો છે. સ્કાયરૂટ એરોસ્પેસ નામની ખાનગી કંપની દ્વારા બનાવાયેલા વિક્રમ-1 રોકેટ સાથે 6 પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ગોઠવ્યા છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી પોતાના પહેલા ખાનગી ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1ને લોન્ચ કરી ભારતે ઈતિહાસ રચ્યો હતો. રોકેટનું નામ વિક્રમ-1 ભારતના મહાન સ્પેસ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના નામ પરથી છે.
શ્રીહરિકોટાઃ શનિવારે ભારતના પહેલા ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના સફળ લોન્ચિંગ સાથે જ ઇતિહાસ રચાયો છે. સ્કાયરૂટ એરોસ્પેસ નામની ખાનગી કંપની દ્વારા બનાવાયેલા વિક્રમ-1 રોકેટ સાથે 6 પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ગોઠવ્યા છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી પોતાના પહેલા ખાનગી ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1ને લોન્ચ કરી ભારતે ઈતિહાસ રચ્યો હતો. રોકેટનું નામ વિક્રમ-1 ભારતના મહાન સ્પેસ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના નામ પરથી છે.
અવકાશમાં 16 મિનિટની પ્રારંભિક સફર પછી વિક્રમ-1 દ્વારા 450 કિમીની ઊંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં દેશના અને વિદેશના 6 પેલોડ સ્થાપિત કરાયા હતા. રોકેટમાં કેટલાક ટેક્નોલોજિકલ ડેમોન્સ્ટ્રેશન પેલોડ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથથી લખેલું પોસ્ટકાર્ડ લઈ જવાયું હતું. મિશન આગમન નામના આ મિશનને હાથ ધરવાની સાથે રોકેટ વિક્રમ-1ની આ ટેસ્ટ ફ્લાઇટનું લોન્ચિંગ દેશના સ્પેસ સેક્ટરની યશકલગીમાં નવા મોરપિચ્છ સમાન છે.
પવન અને ભરતે ઈસરોની નોકરી છોડી સ્કાયરૂટ બનાવી
ઈસરોના બે પૂર્વ વૈજ્ઞાનિકો પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકેએ 2018માં સરકારી નોકરી છોડીને ખાનગી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનો પાયો નાંખ્યો હતો. સરકારે 2020માં સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખુલ્લુ મુકતા ખાનગી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ સેટેલાઈટ લોન્ચિંગને કોમર્શિયલ ફ્લાઈટ બુક કરવા જેટલું સરળ બનાવવા કામ કર્યું. સ્કાયરૂટ એરોસ્પેસના સીઈઓ પવન કુમાર ચંદાના અને સીઓઓ નાગા ભરત ડાકા આજે 1,000થી વધુ એક્સપર્ટ્સની ટીમને લીડ કરી રહ્યા છે. ખાનગી સ્પેસ ખુલ્લુ મુકાવાની સાથે સ્કાયરૂટે 2020માં ભારતનું પહેલું ખાનગી રોકેટ એન્જિન ‘રમન-1’ અને 2021માં ક્રાયોજેનિક એન્જિન ‘ધવન-1’નું સફળ પરીક્ષણ કર્યું હતું.
સ્કાયરૂટ એરોસ્પેસની સફળતાએ વૈશ્વિક રોકાણકારોને તેના તરફ આકર્ષ્યા છે. સ્કાયરૂટે જીઆઈસી અને ટેમાસેક જેવા દિગ્ગજ ઇન્વેસ્ટર્સ પાસેથી 16 કરોડ યુએસ ડોલર એકત્ર કરતા સ્ટાર્ટઅપની વેલ્યુ 1.1 બિલિયન ડોલર થઈ ગઈ છે. ચંદાના અને ડાકાની સફળતાએ ભારત ઓછા ખર્ચે સેટેલાઈટ લોન્ચિંગ માટે મહત્ત્વનું ગ્લોબલ હબ બની શકે છે તે પુરવાર કર્યું છે.
