ટાન્ઝાનિયાને રશિયા પાસેથી ભારે ઈન્વેસ્ટમેન્ટ્સ મેળવવાની આશા

યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપ સાથે રાજદ્વારી ખેંચતાણોના પગલે ઈસ્ટ આફ્રિકાના દ્વિતીય ક્રમના અર્થતંત્ર ટાન્ઝાનિયાએ હવે રશિયા તરફ નજર દોડાવી છે. આગામી ત્રણથી પાંચ વર્ષમાં રશિયા પાસેથી 2 બિલિયન ડોલરથી વધુના રોકાણો અને બિઝનેસ સોદાઓ હાંસલ કરવાનું તેનું લક્ષ્ય છે. પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસન 57 વર્ષ પછી રશિયાની સત્તાવાર મુલાકાત લેનારા પ્રથમ વડા બન્યાં હતાં અને સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો હતો.

ડોડોમાઃ યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપ સાથે રાજદ્વારી ખેંચતાણોના પગલે ઈસ્ટ આફ્રિકાના દ્વિતીય ક્રમના અર્થતંત્ર ટાન્ઝાનિયાએ હવે રશિયા તરફ નજર દોડાવી છે. આગામી ત્રણથી પાંચ વર્ષમાં રશિયા પાસેથી 2 બિલિયન ડોલરથી વધુના રોકાણો અને બિઝનેસ સોદાઓ હાંસલ કરવાનું તેનું લક્ષ્ય છે. પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસન 57 વર્ષ પછી રશિયાની સત્તાવાર મુલાકાત લેનારા પ્રથમ વડા બન્યાં હતાં અને સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો હતો.

ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં ટાન્ઝાનિયાના પ્રતિનિધિમંડળે હેલ્થકેર, માઈનિંગ, એનર્જી, એગ્રીકલ્ચર અને ટેકનોલોજીમાં રસ ધરાવતી વિવિધ કંપનીઓ સાથે મંત્રણાઓ યોજી હતી. વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ્સ ચર્ચાઓના આધારે આગામી ત્રણથી પાંચ વર્ષના ગાળામાં 2 બિલિયન ડોલરથી વધુના રોકાણો અને બિઝનેસ સોદાઓ થવાની અપેક્ષા વ્યક્ત કરાઈ હતી. રશિયન કંપનીઓએ ફાર્માસ્યુટિકલ અને સ્થાનિક વેક્સીન ઉત્પાદનમાં રસ દર્શાવ્યો હતો. રશિયાની ગાઝપ્રોમ સહિતની એનર્જી કંપનીઓએ ટાન્ઝાનિયાના ઓઈલ અને ગેસ સેક્ટરમાં રસ દર્શાવ્યો છે.

ટાન્ઝાનિયાની 2025ની વિવાદિત ચૂંટણી પછી પશ્ચિમના દેશોએ ભારે ચિંતા દર્શાવતા સંબંધોમાં કડવાશ આવી છે. જોકે, મોસ્કો સાથે સંબંધો વધાર્યા પછી પણ ટાન્ઝાનિયા પશ્ચિમી ભાગીદારોને પડતા મૂકશે નહિ અને વિવિધ આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટમેન્ટ્સ મેળવવાનું ચાલુ રાખશે.

ટાન્ઝાનિયાને રશિયા પાસેથી ભારે ઈન્વેસ્ટમેન્ટ્સ મેળવવાની આશા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.