દક્ષિણ ગુજરાત જળબંબોળઃ વલસાડમાં 8 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાત જળબંબોળઃ વલસાડ

રાજ્યમાં હવામાનની આગાહી પ્રમાણે 22 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વલસાડમાં વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો. આ સિવાય ઉમરગામમાં 6.61 ઇંચ અને પારડીમાં 6.54 ઇંચ વરસાદ પડ્યો હતો.

સુરતઃ રાજ્યમાં હવામાનની આગાહી પ્રમાણે 22 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વલસાડમાં વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો. આ સિવાય ઉમરગામમાં 6.61 ઇંચ અને પારડીમાં 6.54 ઇંચ વરસાદ પડ્યો હતો.
સુરતની ભેદવાડ ખાડી ઓવરફલો થતાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાયાં અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીના ચીખલીમાં કાવેરી નદીમાં પૂર આવ્યું હતું.
મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
બુધવારે બપોરે 2 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં 16 ઈંચ તેમજ વલસાડના નાનાપોંઢામાં 11 અને ચીખલી અને વાંસદામાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વાંસદા તાલુકામાં બોપી-મોળા આંબા કોઝવે પરથી પસાર થતી ઈકો તણાઈ હતી, જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
નવસારીમાં ઘરોમાં પૂરનું પાણી ઘૂસતાં સ્થાનિકોનું રેસ્ક્યૂ
નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે બિલિમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીનું જળસ્તર સતત વધતાં બિલિમોરાના માછીવાડ અને વાડિયા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે. અનેક ઘરોમાં પૂરનું પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડના નાનાપોંઢા ખાતે હાઇવે પર જતી ખાનગી બસ પાણીમાં ફસાઈ જતાં 16 મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય વલસાડ શહેર નજીક પસાર થતી ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કાશ્મીર નગર વિસ્તારમાં નદીના પાણી ફરી વળતાં 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
કાવેરી નદી ગાંડીતુર, SDRFની ટીમ તહેનાત કરાઈ
નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે બિલિમોરા શહેર નજીકથી પસાર થતી કાવેરી નદીનું જળસ્તર 20 ફૂટને વટાવી જતાં પૂરના પાણીથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત બન્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલિમોરા નગરપાલિકા દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોથી અંદાજે 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા.

દક્ષિણ ગુજરાત જળબંબોળઃ વલસાડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.