નકુરુનાં કૃષ્ણમંદિરમાં લોર્ડ બાલાજીની મૂર્તિની સ્થાપનાથી હિન્દુ સમાજમાં આનંદ
ગુરુવાર 16 જુલાઈ, 2026ની અષાઢી બીજના પવિત્ર દિવસે નકુરુના 100 વર્ષ જૂના કૃષ્ણ મંદિર (CGHU)માં લોર્ડ બાલાજી- શ્રીવેંકટેશ્વરાની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવા સાથે હિન્દુ સમુદાયનું લાંબા સમયનું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાયું હતું. મંદિરના ઈતિહાસમાં સીમાચિહ્ન સ્થાપના પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું મુખ્ય યજમાનપદ રમેશભાઈ ઠક્કર અને પરિવારે સંભાળ્યું હતું, જેમના સમર્પણ અને પ્રતિબદ્ધતાએ આ ઐતિહાસિક પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નકુરુઃ ગુરુવાર 16 જુલાઈ, 2026ની અષાઢી બીજના પવિત્ર દિવસે નકુરુના 100 વર્ષ જૂના કૃષ્ણ મંદિર (CGHU)માં લોર્ડ બાલાજી- શ્રીવેંકટેશ્વરાની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવા સાથે હિન્દુ સમુદાયનું લાંબા સમયનું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાયું હતું. મંદિરના ઈતિહાસમાં સીમાચિહ્ન સ્થાપના પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું મુખ્ય યજમાનપદ રમેશભાઈ ઠક્કર અને પરિવારે સંભાળ્યું હતું, જેમના સમર્પણ અને પ્રતિબદ્ધતાએ આ ઐતિહાસિક પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ભગવાન વિષ્ણુના હવન સાથે દિવસનો આરંભ થયો હતો. આ પછી, વેદિક કર્મકાંડ, સંસ્કૃત શ્વોકોના ઉચ્ચાર, યજ્ઞ અને અભિષેક સાથે મૂર્તિ સ્થાપનાની વિધિ કરવામાં આવી હતી. મહા આરતી, ભજન અને મહાપ્રસાદના વિતરણ સાથે સુંદર પ્રતિષ્ઠા સમારોહનું સમાપન થયું હતું. ભક્તોએ ભગવાન બાલાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કૃષ્ણ મંદિરના પ્રેસિડેન્ટ શૈલેષભાઈ શેઠે મંદિરનિર્માણની યાત્રાનો ઉલ્લેખ કરી લગભગ એક દાયકા અગાઉ ભગવાન બાલાજીની મૂર્તિસ્થાપનાનો વિચાર આવ્યો હોવાનું જણાવ્યું હતું. વર્ષોના સમર્પણ, પ્રાર્થનાઓ અને કોમ્યુનિટીના પ્રયાસોના પરિણામે ભક્તો તિરુપતિના ભગવાન શ્રીવેંકટેશ્વરાનું મંદિરમાં સ્વાગત કરતા ભક્તો ભારે આનંદમાં આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે નકુરુમાં લોર્ડ બાલાજીની મૂર્તિસ્થાપના માત્ર સ્વપ્નની પરિપૂર્ણતા નથી, પરંતુ મંદિર માટે નવા અધ્યાયનો આરંભ છે. તેમણે ઉત્સવોની ઉજવણી અને ઉત્સાહ સાથે ભક્તિપૂર્ણ કાર્યક્રમોના આયોજનો થકી મંદિરને જોશપૂર્ણ રાખવા કોમ્યુનિટીને અનુરોધ કર્યો હતો જેથી ભાવિ પેઢીઓ સનાતન ધર્મ સાથે જોડાયેલી રહે.
