પોરબંદરમાં 2000 એકરમાં બનશે ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર
કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાડીનારમાં શિપ રિપેર ફેસિલિટી સેન્ટર માટે રૂ. 1570 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવાની જાહેરાત થઈ છે. આ બંને પ્રોજેક્ટથી શિપ ઈન્ડસ્ટ્રી બાબતે ભારતની વિદેશ પર નિર્ભરતા ઘટશે. પોરબંદરના કુછડી ખાતે આશરે 2,000 એકર જમીનમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનશે. આ પ્રોજેક્ટ કેન્દ્રીય શિપિંગ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડનું સંયુક્ત સાહસ છે. વાડીનાર સેન્ટરમાં જેમાં 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ્સ અને જરૂરી દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.
પોરબંદરઃ કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાડીનારમાં શિપ રિપેર ફેસિલિટી સેન્ટર માટે રૂ. 1570 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવાની જાહેરાત થઈ છે. આ બંને પ્રોજેક્ટથી શિપ ઈન્ડસ્ટ્રી બાબતે ભારતની વિદેશ પર નિર્ભરતા ઘટશે. પોરબંદરના કુછડી ખાતે આશરે 2,000 એકર જમીનમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનશે. આ પ્રોજેક્ટ કેન્દ્રીય શિપિંગ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડનું સંયુક્ત સાહસ છે. વાડીનાર સેન્ટરમાં જેમાં 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ્સ અને જરૂરી દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.
12થી 15 લાખ ટનની ક્ષમતા
કુછડી પ્રોજેક્ટ વાર્ષિક 12થી 15 લાખ ગ્રોસ ટનની ઉત્પાદન ક્ષમતા સાથે મોટા વેપારી જહાજોના નિર્માણ માટે તૈયાર કરાશે. જે ગુજરાતને હેવી-ટનજ જહાજ નિર્માણનું એક મુખ્ય કેન્દ્ર બનાવશે. આ મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ્સ, સહાયક ઉત્પાદન એકમો, સમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વિકાસ કેન્દ્રો સ્થપાશે.
300 મીટરમાં જ જહાજોનું સમારકામ થશે
આ પ્રોજેક્ટ શરૂ થશે ત્યારે 300 મીટર સુધીની લંબાઈ ધરાવતા વેપારી જહાજોનું સ્થાનિક સ્તરે જ સમારકામ શક્ય બનશે, જેનાથી રિપેરિંગ માટે વિદેશી યાર્ડ્સ પરની ભારતની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે. શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ મળનારી નાણાકીય સહાય આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે બેરોજગારોને રોજગારીના નવા અવસર પણ મળશે. સરકારનું આ સાહસ સ્થાનિક વસ્તુઓને વિદેશનું સરળ બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે વિદેશી ભંડોળ પણ પ્રાપ્ત કરી શકશે.
