ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના પરિવારનાં 9નાં મોત
વસ્ત્રાલથી ગતરાડ જતાં મહેમદપુરા કેનાલ પાસે ખુલ્લા ખેતરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભરેલા 555 પ્રકારના બોમ્બના વિશાળ જથ્થામાં કોઈ કારણે વિસ્ફોટ થયો હતો. ભયાનક વિસ્ફોટના કારણે બે ખુલ્લા શેડમાં ફટાકડા બનાવતા દાહોદના 5 શ્રમિક પરિવારોના 15 લોકો દાઝ્યા હતા, જે પૈકી 3 મહિલા, 3 બાળકો અને 3 પુરુષોનાં મૃત્યુ નીપજ્યાં છે. નવગુજરાત ફાયર વર્ક્સ નામની ફટાકડા ફેક્ટરી ચલાવતા મેહુલ ડોડિયા નામના શખ્સ સામે સાઅપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધવા સહિત રામોલ પોલીસે કેસ નોંધ્યો છે. મોડીરાતે પોલીસે મેહુલ ડોડિયા સહિત 3 લોકોને ઝડપી તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ વસ્ત્રાલથી ગતરાડ જતાં મહેમદપુરા કેનાલ પાસે ખુલ્લા ખેતરમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભરેલા 555 પ્રકારના બોમ્બના વિશાળ જથ્થામાં કોઈ કારણે વિસ્ફોટ થયો હતો. ભયાનક વિસ્ફોટના કારણે બે ખુલ્લા શેડમાં ફટાકડા બનાવતા દાહોદના 5 શ્રમિક પરિવારોના 15 લોકો દાઝ્યા હતા, જે પૈકી 3 મહિલા, 3 બાળકો અને 3 પુરુષોનાં મૃત્યુ નીપજ્યાં છે. નવગુજરાત ફાયર વર્ક્સ નામની ફટાકડા ફેક્ટરી ચલાવતા મેહુલ ડોડિયા નામના શખ્સ સામે સાઅપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધવા સહિત રામોલ પોલીસે કેસ નોંધ્યો છે. મોડીરાતે પોલીસે મેહુલ ડોડિયા સહિત 3 લોકોને ઝડપી તપાસ શરૂ કરી છે.
