બર્નહામ ઇન એક્શનઃ ઘરેલુ વીજળી બિલ પરનો વેટ નાબૂદ

કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતી જનતાને રાહત આપવા નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે તેમના કાર્યકાળનો પ્રારંભ કરતા એનર્જી બિલ પરના વેટને નાબૂદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયના પરિણામે આગામી ઓક્ટોબર મહિનાથી નાગરિકોના સરેરાશ વાર્ષિક વીજળીના બિલમાં આશરે 45 પાઉન્ડ સુધીનો ઘટાડો જોવા મળશે.

લંડનઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાતી જનતાને રાહત આપવા નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે તેમના કાર્યકાળનો પ્રારંભ કરતા એનર્જી બિલ પરના વેટને નાબૂદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયના પરિણામે આગામી ઓક્ટોબર મહિનાથી નાગરિકોના સરેરાશ વાર્ષિક વીજળીના બિલમાં આશરે 45 પાઉન્ડ સુધીનો ઘટાડો જોવા મળશે.

સત્તા સંભાળ્યાના બીજા જ દિવસે દેશવાસીઓને રાહત આપતા વડાપ્રધાન બર્નહામે જણાવ્યું હતું કે, મેં લોકોને મોંઘવારીમાંથી મુક્તિ આપવાનું વચન આપ્યું હતું, અને મારા કાર્યકાળના બીજા દિવસે જ હું આ જાહેરાત કરી રહ્યો છું. ઊર્જા બિલ પરના કરવેરા ઘટાડીને અમે સામાન્ય નાગરિકોના ખિસ્સામાં બચત વધારવા અને દેશમાં આશાનું નવું વાતાવરણ ઊભું કરવા ત્વરિત પગલાં લઈ રહ્યા છીએ.

નવા નિયુક્ત થયેલા ચાન્સેલર જોન હીલીએ જણાવ્યું હતું કે,  એનર્જી ટેક્સમાં આ કાપ પરિવારોને બિલમાં મોટી રાહત આપશે અને આગામી શિયાળા દરમિયાન નાણાકીય સ્થિરતા અને સુરક્ષા પૂરી પાડશે. આ કરકાપથી સરકારી તિજોરી પર 850 મિલિયન પાઉન્ડનો બોજ પડશે જેને અગાઉ જાહેર કરાયેલી સરકારી ડિજિટલ આઇડી યોજના રદ કરીને રિકવર કરાશે.

બર્નહામ ઇન એક્શનઃ ઘરેલુ વીજળી બિલ પરનો વેટ નાબૂદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.