ભગવાન રામની મૂર્તિ ઘડનારા હિન્દુની ધરપકડ, ઢાકામાં લઘુમતીઓના દેખાવ

બાંગ્લાદેશમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું નિર્માણ કરાવી રહેલા એક હિન્દુ યુવકની ધરપકડ બાદ હોબાળો મચી ગયો છે. યુવકનું નામ હરિદાસ ચંદ્ર તારની દાસ છે. આ કાર્યવાહીના વિરોધમાં શનિવારે ઢાકાની નેશનલ પ્રેસ ક્લબની બહાર લઘુમતી સમુદાયના નેતાઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનો સીધો આક્ષેપ છે કે પ્રતિમા નિર્માણના કામને અટકાવવા મની લોન્ડરિંગના ઉપજાવી કાઢેલા કેસમાં ફસાવીને હરિદાસને જેલ મોકલાયો છે.

ઢાકાઃ બાંગ્લાદેશમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું નિર્માણ કરાવી રહેલા એક હિન્દુ યુવકની ધરપકડ બાદ હોબાળો મચી ગયો છે. યુવકનું નામ હરિદાસ ચંદ્ર તારની દાસ છે. આ કાર્યવાહીના વિરોધમાં શનિવારે ઢાકાની નેશનલ પ્રેસ ક્લબની બહાર લઘુમતી સમુદાયના નેતાઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનો સીધો આક્ષેપ છે કે પ્રતિમા નિર્માણના કામને અટકાવવા મની લોન્ડરિંગના ઉપજાવી કાઢેલા કેસમાં ફસાવીને હરિદાસને જેલ મોકલાયો છે.
હરિદાસ ચંદ્ર ગાયકબંધી જિલ્લાના પલાશબાડી વિસ્તારમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી રહ્યા હતા. બાંગ્લાદેશ ક્રાઇમબ્રાન્ચે હરિદાસની 9.35 કરોડ ટકાના શંકાસ્પદ વ્યવહારો અને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે હરિદાસ 2010માં ગેરકાયદે ભારત ગયો હતો અને 2019માં તેણે ઇસ્લામ સ્વીકારી લીધો હતો. સ્થાનિક કોર્ટ દ્વારા હરિદાસને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદથી જ લઘુમતીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

ભગવાન રામની મૂર્તિ ઘડનારા હિન્દુની ધરપકડ, ઢાકામાં લઘુમતીઓના દેખાવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.