ભારતને જાપાનથી ક્યુડેંગા રૂપે પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિન મળી
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (ડીસીજીઆઇ) દેશમાં પહેલી ડેન્ગ્યૂ વેક્સિનને મંજૂરી આપી. જાપાનની ફાર્મા કંપની ટાકેડાએ આ વેક્સિન બનાવી છે, જેનું નામ ક્યૂડેંગા છે.
નવી દિલ્હીઃ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (ડીસીજીઆઇ) દેશમાં પહેલી ડેન્ગ્યૂ વેક્સિનને મંજૂરી આપી. જાપાનની ફાર્મા કંપની ટાકેડાએ આ વેક્સિન બનાવી છે, જેનું નામ ક્યૂડેંગા છે. તે 4થી 60 વર્ષ સુધીના લોકો લઈ શકશે. વેક્સિન લગાવતા પહેલાં કોઈપણ પ્રિ વેક્સિનેશન ટેસ્ટની જરૂરિયાત નથી. વેક્સિન ડેન્ગ્યૂ વિરુદ્ધ 80.2 ટકા સુધી અસરકારક છે અને હૉસ્પિટલમાં દાખલ થવાના ખતરાને 84.1 ટકાથી 90.4 ટકા ઘટાડે છે. ડેન્ગ્યૂ મચ્છરોથી થતું વાઇરલ ઇન્ફેક્શન છે. દુનિયાભરના એક તૃતિયાંશ કેસ ભારત (1.13 લાખ સુધી)માં નોંધાય છે. ક્યૂડેંગાને 2022માં 43 દેશ મંજૂરી આપી ચૂક્યા છે.
