મધ્યપ્રદેશમાં UCC બિલ મંજૂર

મધ્યપ્રદેશ કેબિનેટ દ્વારા રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલના ડ્રાફ્ટને મંજૂરી અપાઈ હતી. આ સાથે જ મધ્ય પ્રદેશમાં યુસીસી અમલમાં લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. આ કાયદો નિકાહ, હલાલા, ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ વગેરે પર પ્રતિબંધ મૂકશે અને તેનો ભંગ કરનારા સામે ક્રિમિનલ કાર્યવાહી થશે.

ભોપાલઃ મધ્યપ્રદેશ કેબિનેટ દ્વારા રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલના ડ્રાફ્ટને મંજૂરી અપાઈ હતી. આ સાથે જ મધ્ય પ્રદેશમાં યુસીસી અમલમાં લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. આ કાયદો નિકાહ, હલાલા, ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ વગેરે પર પ્રતિબંધ મૂકશે અને તેનો ભંગ કરનારા સામે ક્રિમિનલ કાર્યવાહી થશે. સોમવારથી મધ્યપ્રદેશ વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થયું છે, જેમાં આ યુસીસી બિલને રજૂ કરાશે. આ બિલ દત્તક લીધેલાં, સરોગસી દ્વારા જન્મેલાં સંતાનોને એકસમાન અધિકાર આપશે, એટલે કે તમામ બાળકોને પોતાનાં માતા પિતાની સંપત્તિમાં એકસરખો હક આપશે. આ ઉપરાંત જો કોઈ કપલ લીવઇન રિલેશનશિપમાં રહેતું હોય અને તેમને બાળકનો જન્મ થાય તો તેવા સંતાનને પણ કાયદેસરનો હક મળશે, લીવઇનમાં રહેતાં કપલ વચ્ચે બાળકનો જન્મ થાય પછી પુરુષ પાર્ટનર મહિલાને તરછોડી દે તેવી સ્થિતિમાં મહિલા ભરણ પોષણની માગ કરી શકશે, એટલે કે તેને પણ પત્નીની જેમ ભરણપોષણનો હક અપાશે. લીવઇનમાં કપલે સાથે રહેવાનું શરૂ કર્યાના એક મહિનામાં જ તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. બંને પુખ્ત હોવા જરૂરી છે. રજિસ્ટ્રેશન વગર એક મહિનાથી વધુ લીવઇનમાં રહેતાં હશે તો ત્રણ મહિનાની સજા અથવા રૂ. 10 હજારનો દંડ અથવા બંને થઈ શકે છે. ખોટી માહિતી આપવા બદલ રૂ. ૨૫ હજારનો દંડ અથવા ત્રણ મહિના સુધીની સજા થઈ શકે છે.

મધ્યપ્રદેશમાં UCC બિલ મંજૂર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.