રોયલ મેઇલને 70 મિલિયન પાઉન્ડનો ચૂનો, 5 મિલિયન પરત ચૂકવવા આદેશ

નવ વર્ષ સુધી પોસ્ટલ કૌભાંડ ચલાવી દ્વારા મિલિયનો પાઉન્ડની સંપત્તિ અને વૈભવી કાર વસાવનાર 64 વર્ષીય નરિન્દર સંધુને રોયલ મેઈલ 5 મિલિયન પાઉન્ડથી વધુની રકમ પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને વધુ જેલની સજા ભોગવવી પડશે.

લંડનઃ નવ વર્ષ સુધી પોસ્ટલ કૌભાંડ ચલાવી દ્વારા મિલિયનો પાઉન્ડની સંપત્તિ અને વૈભવી કાર વસાવનાર 64 વર્ષીય નરિન્દર સંધુને રોયલ મેઈલ 5 મિલિયન પાઉન્ડથી વધુની રકમ પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને વધુ જેલની સજા ભોગવવી પડશે. નરિન્દર સંધુ તેમની પોસ્ટલ ફર્મના માધ્યમથી ટપાલના સાચા સરનામા અને મોકલવામાં આવી રહેલી વસ્તુઓની સંખ્યા અંગે ખોટી માહિતી આપીને રોયલ મેઈલ સાથે છેતરપિંડી આચરતા હતા. વર્ષ 2024માં છેતરપિંડીના ગુનાહિત કાવતરાનો ગુનો સ્વીકાર્યા બાદ સંધુને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જજ ફિલિપ બાર્ટલ કેસીએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે જો આરોપી 15 ઓગસ્ટ સુધીમાં આ રકમ નહીં ચૂકવે તો તેમણે સાડા આઠ વર્ષની વધારાની જેલની સજા ભોગવવી પડશે. રોયલ મેઈલના જણાવ્યા મુજબ, આ સમગ્ર નેટવર્કને કારણે કંપનીને અંદાજે 70 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. સંધુએ કંપનીમાંથી અંદાજે 10 મિલિયન પાઉન્ડ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને વૈભવી પ્રોપર્ટીઝ ખરીદી હતી.

રોયલ મેઇલને 70 મિલિયન પાઉન્ડનો ચૂનો, 5 મિલિયન પરત ચૂકવવા આદેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.